આમચી મુંબઈમહારાષ્ટ્ર

Trimbakeshwar Templeમાં ભક્તોની ભીડને ધ્યાનમાં લઈને લેવાયો મહત્ત્વનો નિર્ણય…

બાર જ્યોર્તિલિંગમાંથી એક એવા નાસિકના ત્ર્યંબકેશ્વર મંદિરમાં સતત વધી રહેલી ભક્તોની ભીડને ધ્યાનમાં લઈને Trimbakeshwar Devasthan Trusts દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવાનો છે. ભાવિકોની ભીડને જોઈને મંદિર પ્રશાસન દ્વારા VIP Passની સુવિધા ઉપલબ્ધ કરાવી આપવામાં આવી હતી. પરંતુ વીઆઈપી પાસમાં પણ ભીડ વધતાં હવે Trimbakeshwar Devasthan Trust દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે વીઆઈપી પાસ ઓનલાઈન પદ્ધતિથી બહાર પાડવામાં આવશે અને ત્યાર બાદ જ ભાવિકો દર્શન કરી શકશે.

ત્ર્યંબકેશ્વર મંદિર ખાતે ભાવિકોને પહેલાં પાંચથી છ કલાક લાઈનમાં ઊભું રહેવું પડતું હતું. પરંતુ મંદિર પ્રશાસન દ્વારા વીઆઈપી પાસની સુવિધા શરૂ કરવામાં આવી હતી. આ માટે ભક્તો પાસેથી 200 રૂપિયા વસૂલવામાં આવતી હતી. પરંતુ વીઆઈપી પાસ લઈને પણ ભક્તોની ભીડ વધવા લાગતા વીઆઈપી લાઈનમાં પણ દર્શન માટે ત્રણથી ચાર કલાક લાગતા હતા. જેને કારણે ટ્રસ્ટ દ્વારા હવે વીઆઈપી દર્શન માટે ઓનલાઈન પાસ આપવાનો નિર્ણય લીધો હતો.

ત્ર્યંવકેશ્વર મંદિરના વીઆઈપી દર્શન માટે https://trimbakeshwartrust.com વેબસાઈટ પર પોતાની સંપૂર્ણ માહિતી ભરીને ભક્તો બુકિંગ કરી શકશે. જેમાં તારીખ અને સમયનો સ્લોપ આપવામાં આવે છે. વ્યક્તિદીઠ 200 રૂપિયા વસૂલવામાં આવે છે. દસ વર્ષની નીચેના બાળકો, દિવ્યાંગ ભક્ત અને 65 વર્ષની ઉપરના વરિષ્ઠ નાગરિકોને ફી માફી આપવામાં આવી છે. બુકિંગ કરેલો વીઆઈપી પાસ ડાઉનલોડ કરી શકાશે અને દરેક ભાવિકો માટે સ્વતંત્ર ક્યુઆર કોડ હોવાને કારણે આ વીઆઈપી પાસ ટ્રાન્સફર નહીં કરી શકાય.

ઓનલાઈન પાસ મેળવવા માટે ત્ર્યંબકેશ્વર શહેરમાં ત્રણ ઠેકાણે વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરના ઉત્તર દરવાજા સામે, કુશાવર્ત તીર્થ અને શિવપ્રસાદ ભક્ત નિવાસ ખાતે ભક્તો વીઆઈપી પાસ મેળવી શકે છે. આ માટે ભક્તોએ આધારકાર્ડ, પેનકાર્ડ જેવા આઈડી પ્રૂફ આપવા પડશે. ત્યાર બાદ બાયોમેટ્રિક ફિંગર પ્રિન્ટ્સ, ફેસ સ્કેનિંહ કરવું પડશે. આ માટે બારકોડવાળો પાસ આપવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button