પીએમ નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના પ્રવાસ દરમિયાન સંદેશખાલી પાસેના બારાસાતમાં યોજાયેલા નારી શક્તિવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તેમણે ઉપસ્થિત લોકોને સંબોધ્યા હતા અને સંદેશખાલીમાં થયેલી ઘટના માટે રાજ્યની મમતા બેનર્જીની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે તૃણમૂલ કોંગ્રેસના રાજના તે થઈ રહ્યું છે તે ઘોર પાપ છે. તૃણમૂલ કોંગ્રેસની સરકારમાં મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે. પીએમ મોદી આ વાત કહેતી વખતે ભાવુક બની ગયા હતા.
શું કહ્યું પીએમ મોદીએ?
પીએમ મોદી તેમના પશ્ચિમ બંગાળ પ્રવાસ દરમિયાન બારાસત (સંદેશખાલી પાસે)માં આયોજિત નારી શક્તિ વંદન કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે, “સંદેશખાલીમાં ઘોર પાપ કરવામાં આવ્યું છે. ત્યાં જે કંઈ થયું તે જોઈ કોઈનું માથું શરમથી ઝુકી જશે પરંતુ તમારી દુર્દશાથી ત્યાંની ટીએમસી સરકારને કોઈ ફરક પડતો નથી. ટીએમસી સરકાર બંગાળની મહિલાઓના ગુનેગાર (આરોપી શાહજહાં શેખના સંદર્ભમાં) ને બચાવવા માટે તેની તમામ તાકાત લગાવી રહી છે, પરંતુ પહેલા હાઈકોર્ટ અને પછી સુપ્રીમ તરફથી પણ રાજ્ય સરકારને આંચકો લાગ્યો છે.”
“આ રોષ માત્ર સંદેશખાલી પુરતો મર્યાદિત નથી”
પીએમ મોદીના કહેવા પ્રમાણે, ટીએમસી સરકારને અત્યાચારી નેતામાં વિશ્વાસ છે પરંતુ બંગાળની બહેન-દીકરીઓમાં વિશ્વાસ નથી. બંગાળની મહિલાઓ અને દેશની મહિલાઓમાં રોષ છે. મહિલાઓની આ રોષ માત્ર સંદેશખાલી પૂરતો સીમિત નહીં રહે. હું જોઉં રહ્યો છું કે બંગાળની મહિલા શક્તિ ટીએમસીના માફિયા શાસનને ખતમ કરવા બહાર આવી છે. માત્ર ભાજપ જ બંગાળની બહેન-દીકરીઓનો બુલંદ અવાજ છે.
તૃષ્ટીકરણ અને ટોળાશાહી સામે સરકાર ઝુકી
પીએમ મોદીએ કહ્યું કે તૃષ્ટીકરણ અને ટોળાશાહીના દબાણમાં કામ કરી રહેલી ટીએમસીની સરકાર બહેન-દીકરીઓની સુરક્ષા જોઈ શક્તી નથી. જ્યારે બીજી તરફ કેન્દ્રની ભાજપ સરકારે બળાત્કારના કેસમાં ફાંસી સુધીની જોગવાઈ કરી છે. સંકટના સમયે બહેન-દીકરીઓ ફરિયાદ કરી શકે તે માટે હેલ્પલાઈન બનાવી છે પરંતું ટીએમસી સરકાર આ વ્યવસ્થાને અમલી બનાવવા દેતી નથી.
બહેન-દીકરીઓ બની જાય છે મારૂ ક્વચ
આ કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીએ તે પણ કહ્યું કે જ્યારે પણ મોદી પર કોઈ કષ્ટ આવે છે ત્યારે માતાઓ, બહેનો અને બેટીઓ ક્વચ બનીને મારી રક્ષા માટે ઉભી થઈ જાય છે. આજે દરેક દેશવાસી પોતાને મોદીનો પરિવાર કહીં રહ્યો છે, દરેક યુવાન અને બહેન-દીકરી કહી રહી છે કે ‘હું છું મોદીનો પરિવાર’.