ટોપ ન્યૂઝશેર બજાર

શેરબજારમાં નવો વિક્રમ: સેન્સેક્સ પહેલી વાર ૭૪,૦૦૦ને આંબી ગયો

નિલેશ વાઘેલા

મુંબઇ: શેરબજારમાં મજબૂત અંડરટોન જોવાઇ રહ્યો છે. સત્રની શરૂઆતથી વિવિધ પરબિળોને કારણે એકંદર નિરસતા રહી હોવા છતાં સેન્સેક્સ પ્રથમ વખત ૭૪,૦૦૦ની સપાટી વટાવીને ૭૪,૧૦૭ સુધી ાગદળ વધ્યો હતો. બેન્ક નિફ્ટીએ પણ ૪૮,૦૦૦ની સપાટી વટાવી હતી, જ્યારે નિફ્ટી તાજી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો.


ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં લેવાલીનો ટેકો મળતાં ભારતીય શેરબજારે દિવસના નીચા સ્તરેથી સ્માર્ટ રિબાઉન્ડ કર્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી બંને એક દિવસના વિરામ બાદ ફરી તેજીની દિશામાં આગળ વધ્યાં હતાં અને તેમની જીવનકાળની નવી ઊંચાઈએ પહોંચ્યા હતા.


સવારથી જ ખાનગી બેન્કિંગ શેરોએ રેલીનું નેતૃત્વ કર્યું હતું અને બપોરના સત્ર દરમિયાન સેન્સેક્સ ૭૪,૦૦૦ પોઇન્ટની સપાટીને પાર કરી ગયો હતો, જ્યારે નિફ્ટી પ્રથમ વખત ૨૨,૪૦૦ની ટોચ પર પહોંચ્યો હતો.


દરમિયાન, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ શેર અને ડિબેન્ચર સામે કોઈપણ પ્રકારનું ધિરાણ કરવા પર પ્રતિબંધ જાહેર કર્યા પછી જેએમ ફાઈનાન્શિયલના શેર ૨૦ ટકાની નીચલી સર્કિટને અથડાયા હતા. આઇઆઇએફએલ બાદ આ બીજી એમબીએફસી આરબીઆઇની અડફેટે આવી છે. બંને કંપનીઓએ આ સંદર્ભે પોતપોતાની રીતે આ અંગે સ્પષ્ટતા આપી છે.


બજારના સાધનો માને છે કે નિફ્ટી વર્તમાન સ્તરની આસપાસ કોન્સોલિડેટ થાય એવી સંભાવના છે. સંસ્થાકીય ખરીદી મજબૂત હોવાથી બજારને ટેકો મળતો રહોશે. કેટલીક એફએમસીજી સામે આરબીઆઈના પ્રતિબંધિત પગલાંને કારણે સેન્ટિમેન્ટ્સને થોડી અસર થઇ છે. આ સત્ર દરમિયાન સ્મોલ અને મિડકેપ શેરોમાં વેચવાલી અને પીછેહઠ જોવા મળી હતી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત