Dark Parle-G? તસવીરો જોઇને લોકો થઇ ગયા હેરાન
પારલે-જી એ ભારતની સૌથી મનપસંદ અને ખૂબ જૂની બિસ્કિટ છે. Parle-G એટલે ચા સાથેનો લોકોનો પ્રિય નાસ્તો. Parle-G આજે દેશની સૌથી વધુ વેચાતી બ્રાન્ડ્સમાંની એક છે. Parle-G બાદ અનેક બિસ્કીટની બ્રાન્ડ બજારમાં આવી ગઇ પણ Parle-Gની લોકપ્રિયતા અકબંધ જ રહી છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે પારલે-જી કંપની બજારમાં નવા ફ્લેવરના બિસ્કિટ લાવી રહી છે. આ ‘ડાર્ક પાર્લે-જી’ની તસવીરો ઈન્ટરનેટ પર ફરીરહી છે, જેણે સોશિયલ મીડિયા યુઝર્સને ચોંકાવી દીધા છે. અને લોકો આ બિસ્કીટ પર મીમ્સ પણ બનાવી રહ્યા છે. પારલે પ્રોડક્ટ્સ તરફથી Dark Parle-Gની કોઇ પુષ્ટિ કરવામાં આવી નહીં હોવા છતાં પણ X સંપૂર્ણપણે મીમ્સ અને પોસ્ટ્સથી ભરાઈ ગયું છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે આઇકોનિક બિસ્કિટના ચોકલેટ ફ્લેવર વિશે અનુમાન લગાવવાનું શરૂ કરી દીધું છે.
અહીં કેટલીક પ્રતિક્રિયાઓ જાણોઃ
જોકે, લોકોને આ Dark Parle-G પર વિશ્વાસ નથી બેઠઓ. તેઓએ ગુગલ સર્ચ પણ કરી લીધી છે અને કંપનીની વેબસાઇટ પર પણ ખાંખાંખોળા કરી લીધા છે અને ત્યાર બાદ જણાવ્યું છે કે આ AI જનરેટેડ તસવીરો હોઇ શકે છે. કેટલાકે જણાવ્યું છે કે આ એડિટ કરેલી તસવીરો છે. જ્યાં સુધી આવા Dark Parle-G બિસ્કિટ માર્કેટમાં ના આવે ત્યાં સુધી વિશ્વાસ કરવા જેવો નથી. અનેક લોકોએ જણાવ્યું છએ કે સાદા પાર્લે જી Dark Parle-G કરતા ઘણા વધારે સારા છે. તો કેટલાકને વળી એવું પણ લાગ્યું છે કે Dark Parle-Gને કારણે લોકોનું બાળપણ બરબાદ થઇ જશે.