WATCH: રશિયાએ છેતરપિંડીથી ભારતીયોની સેનામાં ભરતી કરી અને…
નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેનમાં જંગમાં પંજાબના હોંશિયારપુરના સાત યુવાનો ફસાઇ ગયા છે. આ યુવાનોએ ભારત સરકારને મદદ માટે અપીલ કરી છે. આ યુવાનોએ દાવો કર્યો છએ કે તેઓ નવા વર્ષની ઉજવણી કરવા માટે રશિયા ગયા હતા, પણ અહીં તેમને છેતરપિંડીથી રશિયન સેનામાં સામેલ કરી દેવામાં આવ્યા છએ અને તેમના પર યુક્રેન સામે યુદ્ધ કરવાનું દબાણ કરવામાં આવ્ઉં છે.
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે આ યુવકો ગયા વર્ષે ડિસેમ્બરમાં નવા વર્ષની ઉજવણી કરવા રશિયા ગયા હતા. તેની પાસે રશિયાના 90 દિવસનો માન્ય વિઝા હતા. પરંતુ આ લોકો રશિયાને બદલે બેલારુસ પહોંચ્યા. રશિયાને બદલે એક દલાલ તેમને બેલારુસ લઈ ગયો હતો. (રાજકીય અને આર્થિક સમર્થન માટે રશિયા પર નિર્ભર બેલારુસને રશિયાના સૌથી નજીકના સાથી માનવામાં આવે છે.) યુવકોને ખબર નહોતી કે ત્યાં જવા માટે વિઝાની જરૂર પડશે. વિઝા વિના બેલારુસ પહોંચતા જ એજન્ટે તેની પાસેથી પૈસા લીધા અને ગાયબ થઈ ગયો હતો અને યુવકો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે તેમને પકડીને અને રશિયન આર્મીને સોંપી દીધા હતા. ત્યાર બાદ રશિયાના સ્થાનિક વહીવટીતંત્રે તેમને ઘણા કાગળો પર સહી કરાવી અને લશ્કરી તાલીમ માટે કહ્યું અને તેમને યુદ્ધમાં જોતરી દીધા હતા. આર્મીએ દરેકને ધમકી આપી હતી કે જોબ કરવા માટે કરાર પર હસ્તાક્ષર કરો, નહીં તો તેમને 10 વર્ષની જેલની સજા થશે.
READ MORE:
https://bombaysamachar.com/national/india-benefited-greatly-from-russias-war/
આ યુવકોએ એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. વીડિયોમાં સૈનિકોના ગણવેશમાં સજ્જ આ સાત યુવાન એક બંધ રૂમમાં જોવા મળી રહ્યા છે. તેમાંથી એક યુવાન પોતાની સ્થિતિ સમજાવી રહ્યો છે અને ભારત સરકાર પાસે મદદ માગી રહ્યો છે.
વીડિયોમાં દેખાતા સાત છોકરાઓ એ બે ડઝન લોકોમાં સામેલ છે જેઓ રશિયામાં કથિત રીતે ફસાયેલા છે. ગયા અઠવાડિયે, વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે તે જમ્મુ અને કાશ્મીરના 31 વર્ષીય આઝાદ યુસુફ કુમાર સહિત અન્ય સમાન ફસાયેલા લોકોના સંપર્કમાં છે. એવા પણ અહેવાલો છે કે કર્ણાટક, તેલંગાણા અને ઉત્તર પ્રદેશના લગભગ 10 લોકો આવી જ ગંભીર પરિસ્થિતિમાં છે. તેમને સિક્યોરિટી ગાર્ડ કે મજૂર હોવાના બહાને રશિયા મોકલવામાં આવ્યા હતા;
READ MORE:
https://bombaysamachar.com/national/ukraine-bombing-russia-21-killed-111-injured/
છેતરપિંડી કરનાર એજન્ટે તેમની પાસેથી 3 લાખ રૂપિયા પણ લીધા હતા. ગયા મહિને સરકારે કહ્યું હતું કે તેને ખબર પડી છે કે કેટલાક ભારતીયો યુક્રેન-રશિયા યુદ્ધમાં ફસાયેલા છે. સરકાર મોસ્કોથી તેમની મુક્તિ માટે વાટાઘાટો કરી રહી છે.