નવી દિલ્હી: Gurugram Mouth Freshener Case: ગુરુગ્રામના સેક્ટર-90 સ્થિત બાર એન્ડ રેસ્ટોરન્ટમાં ડિનર માટે ગયેલા પાંચ લોકોને જમ્યા પછી માઉથ ફ્રેશનર આરોગવાનુ ભારે પડ્યું હતું. આરોપ છે કે રેસ્ટોરન્ટ સ્ટાફે તેને માઉથ ફ્રેશનરને બદલે ડ્રાય આઈસ (what is Dry Ice) આપ્યો હતો. પાંચેય લોકોએ તેનું સેવન કરતાની સાથે જ તેમના મોઢામાં બળતરા થવા લાગી અને લોહી વહેવા લાગ્યું. જ્યારે હાલત ખરાબ થઈ ત્યારે રેસ્ટોરન્ટના સ્ટાફે પણ મદદ કરી ન હતી. બધા પોતપોતાની રીતે હોસ્પિટલ પહોંચ્યા હતા. એક મહિલાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે જ્યારે ચાર ICU માં છે. પોલીસે કેસ નોંધીને તપાસ માટે ડ્રાય આઈસના સેમ્પલ લીધા છે. ચાલો આજે આપણે અહી જાણીએ આખરે શું હોય છે આ ડ્રાય આઈસ?
શું હોય છે ડ્રાય આઈસ? (what is Dry Ice)
ડૉ. રાજીવ ગુપ્તા, સી.કે. બિરલા હોસ્પિટલ, દિલ્હીના ઇન્ટરનલ મેડિસિન ડાયરેક્ટર, સમજાવે છે કે સૂકો બરફ અથવા ડ્રાય આઈસ તરીકે પણ ઓળખાય છે તે કાર્બન ડાયોક્સાઇડનું ઘન સ્વરૂપ છે (solid form of carbon dioxide). તેનું લઘુત્તમ તાપમાન -78 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રાખવામાં આવે છે. તેનો ઉપયોગ વસ્તુઓને ફ્રીઝ કરવા અથવા ઠંડી કરવા માટે થાય છે અને તે સામાન્ય બરફની જેમ ભીનું હોતું નથી.
ડૉ. રાજીવ ગુપ્તા કહે છે, “સામાન્ય રીતે સૂકો બરફ સલામત છે, પરંતુ તેના ઓછા તાપમાનને કારણે, જો તે ત્વચાના સંપર્કમાં આવે છે, તો તે ફ્રોસ્ટબાઇટ અથવા કોલ્ડ બર્ન (ઠંડીના કારણે ચામડીનું બાલી જવું) જેવી સમસ્યા થઈ શકે છે.
મેક્સ હોસ્પિટલના ઈન્ટરનલ મેડિસિનના મેડિકલ એડવાઈઝર ડૉ. આશુતોષ શુક્લા કહે છે, “જ્યારે સામાન્ય બરફ પીગળે છે, ત્યારે તે પાણીમાં ફેરવાઈ જાય છે અને જ્યારે પાણી બળી જાય છે, ત્યારે વરાળ નીકળે છે, પરંતુ જ્યારે સૂકો બરફ પીગળે છે, ત્યારે તે પાણીમાં ફેરવાઈ જવાને બદલે સીધો ગેસ બની જાય છે” જો તે બંધ જગ્યાએ મોટી માત્રામાં રહે છે, તો તે નુકસાનકારક હોઈ શકે છે.
ડૉક્ટર આશુતોષ શુક્લાનું કહેવું છે કે જ્યારે આ પાંચેય લોકોએ સૂકા બરફના ટુકડા ખાધા ત્યારે ઠંડીને કારણે તેમના મોંમાં અલ્સર થઈ ગયા અને તેમને લોહી નીકળવા લાગ્યું.ડોક્ટર્સનું કહેવું છે કે ડ્રાય આઈસનો ઉપયોગ ગ્લોવ્ઝ પહેર્યા વિના ન કરવો જોઈએ કારણ કે તેનાથી ત્વચા બળી શકે છે.