શેર બજાર

વિશ્ર્વબજારના નકારાત્મક સંકેત વચ્ચે ચાર સત્રની આગેકૂચને બ્રેક, સેન્સેક્સ ૭૩,૭૦૦ની નીચે સરક્યો

મુંબઇ: વૈશ્ર્વિક બજારોના નબળા વલણો અને વિદેશી ભંડોળના બાહ્યપ્રવાહ વચ્ચે ખાસ કરીને આઈટી શેર્સ અને ઈન્ડેક્સ હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં વેચવાલીને કારણે ચાર દિવસની વૃદ્ધિનો દોર તૂટી ગયો હતો અને બેન્ચમાર્ક સેન્સેક્સ મંગળવારે ૪૬૦ પોઇન્ટની નીચી સપાટીને અથડાનિે અંતે ૧૯૫ પોઈન્ટ્સનો ઘટાડે સ્થિર થયો હતો.

રેકોર્ડ બ્રેકિંગ તેજી પછી વિરામ લેતાં, ૩૦ શેરો ધરાવતો સેન્સેક્સ પ્રોફિટ બુકિંગને કારણે ૧૯૫.૧૬ પોઈન્ટ અથવા ૦.૨૬ ટકા ઘટીને ૭૩,૬૭૭.૧૩ પોઇન્ટના સ્તરે સેટલ થયો હતો. દિવસ દરમિયાન, બેરોમીટર ૪૬૦.૦૪ પોઈન્ટ અથવા ૦.૬૨ ટકા ઘટીને ૭૩,૪૧૨.૨૫ની નીચી સપાટીને અથડાયો હતો. જ્યારે એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ૪૯.૩૦ પોઈન્ટ અથવા ૦.૨૨ ટકા ઘટીને ૨૨,૩૫૬.૩૦ પોઇન્ટના સ્તર પર બંધ થયો હતો.

સેન્સેક્સ કંપનીઓમાં બજાજ ફિનસર્વ અને બજાજ ફાઇનાન્સ ચાર ટકાથી વધુ ઘટ્યા હતા. નેસ્લે, ઇન્ફોસીસ, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ, વિપ્રો, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચસીએલ ટેક્નોલોજીસ, લાર્સન એન્ડ ટુબ્રો અને હિન્દુસ્તાન યુનિલિવર અન્ય મુખ્ય ઘટનારા શેરોમાં સામેલ હતા. ભારતી એરટેલ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, સન ફાર્મા અને એનટીપીસી ટોચના વધનારા શેરોેમાં સામેલ હતા.
પેસેન્જર અને કમર્શિયલ વ્હીકલ બિઝનેસને બે લિસ્ટેડ એન્ટિટીમાં ડિમર્જરની જાહેરાત બાદ ટાટા મોટર્સ ઇન્ટ્રા-ડે ટ્રેડમાં બાવન સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચીને ૩.૫૨ ટકા વધીને બંધ થયો હતો. આઇઆઇએફએલના શેરમાં રિઝર્વ બેન્કે આપેલા આદેશ બાદ ૨૦ ટકાની નીચલી સર્કિટ લાગી હતી. એક્ઝિકોમ ટેલિસિસ્ટમનો શેર તેના ઇશ્યૂ ભાવ સામે ૮૭ ટકાના પ્રીમિયમ સાથે રૂ. ૨૬૪ના ભાવે લિસ્ટેડ થયો હતો. પ્લેટિનમ ઇન્ડસ્ટ્રીઝનો શેર તેના ઇશ્યૂ ભાવ સામે ૩૩ ટકાના પ્રીમિયમ સાથે રૂ. ૨૨૮ના ભાવે લિસ્ટેડ થયો હતો. કોર્પોરેટ મેમ્બર બ્રોકિંગ હાઉસ, પુણે ઇ-સ્ટોક બ્રોકિંગ લિમિટેડ સાતમી માર્ચે રૂ. ૩૮.૨૩ કરોડના જાહેર ભરણા સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. પ્રાઇસ બેન્ડ રૂ. ૭૮થી રૂ. ૮૩ જાહેર થઇ છે. કંપનીના શેર બીએસઇ એસએમઇ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. માર્કેટ લોટ સાઈઝ ૧,૬૦૦ ઈક્વિટી શેરની છે. એન્કર પોર્સન માટે બિડિંગ છઠ્ઠી માર્ચે ખુલશે અને ઇશ્યુ ૧૨ માર્ચ, ૨૦૨૪ના રોજ બંધ થશે. આ આઇપીઓમાંથી મળેલી ચોખ્ખી આવકનો ઉપયોગ કાર્યકારી મૂડીની જરૂરિયાતો, અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ ભંડોળ માટે કરવામાં આવશે.એશિયન બજારોમાં, સિઓલ, ટોક્યો અને હોંગકોંગ નીચામાં સ્થિર થયા હતા જ્યારે શાંઘાઈ લીલામાં સમાપ્ત થયા હતા. યુરોપિયન બજારો નીચામાં ટ્રેડ થઈ રહ્યા હતા. સોમવારે અમેરિકી બજારો નકારાત્મક ક્ષેત્રમાં બંધ થયા હતા. એક્સચેન્જ ડેટા અનુસાર વૈશ્ર્વિક ઓઇલ બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડ ૦.૨૧ ટકા ઘટીને ૮૨.૬૩ ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે.

વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ) એ સોમવારે રૂ. ૫૬૪.૦૬ કરોડની ઇક્વિટી ઓફલોડ કરી હતી. સોમવારે તેની તેજીને સતત ચોથા સત્ર સુધી લંબાવીને, બીએસઇ સેન્સેક્સ ૭૩,૮૭૨.૨૯ પોઈન્ટની સર્વકાલીન ટોચે સ્થિર થયો હતો. નિફ્ટી પણ ૨૨,૪૦૫.૬૦ પોઇન્ટના જીવનકાળના શિખરેે બંધ રહ્યો હતો. સોમવાર સુધીના ચાર સત્રોમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં લગભગ બે ટકાની તેજી જોવા મળી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button