Facebook, Instagram ફરી શરૂ, લોકોએ X પર શેર કર્યા Memes…
દુનિયાના સૌથી લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ગણાતા ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ મંગળવારે ડાઉન થઈ ગયા હતા. જેને કારણે લાખો યુઝર્સને મુશ્કેલી પડી હતી. બંને પ્લેટફોર્મ પરના લાખો એકાઉન્ટ્સ ઓટોમેટિકલી લોગ આઉટ થઈ ગયા હતા. મંગળવારે રાતે સાડાઆઠ વાગ્યાની આસપાસથી યુઝર્સને સમસ્યા પડી રહી હતી અને આશરે દસ વાગ્યાની આસપાસ આ સમસ્યા ઉકેલાઈ જાય નેટીઝન્સે રાહતનો શ્વાસ લીધો હતો.
એટલું જ નહીં પણ યુઝર્સને પોત-પોતાના એકાઉન્ટ લોગ ઈન કરવામાં સમસ્યા આવી રહી હતી. વારંવાર લોગ ઈન કરવા છતાં પણ લોકો પોતાના એકાઉન્ટ્સમાં લોગ ઈન નહોતા કરી શક્યા. આ સાથે જ ઈન્ટરનેટ યુઝર્સ માઈક્રોબ્લોગિંગ સાઈટ એક્સ (પહેલાંનું ટ્વિટર) પર પોસ્ટ કરી કરીને આ અંગે ફરિયાદ કરી રહ્યા છે.
ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ એ બંને લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, જેના પર કરોડોની સંખ્યામાં બંને સાઈટ પર લોકોના એકાઉન્ટ છે.
આવી પરિસ્થિતિમાં ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક ડાઉન થઈ જતાં લોકોએ એક્સ પર હલ્લા બોલ કર્યું છે અને લોકો એક્સ પર આ સમસ્યાની ફરિયાદ કરી રહ્યા છે. આ ઉપરાંત એક્સ પર મીમ્સનું ઘોડાપૂર આવી ગયા હતા. આવો, જોઈએ શું કહી રહ્યા છે યુઝર્સ-