મનોરંજન

Nitesh Tiwariની રામાયણમાં આ એક્ટ્રેસ કરશે કૌશલ્યાનો રોલ…

છેલ્લાં કેટલાક સમયથી Nitesh Tiwariની ફિલ્મ રામાયણની કાસ્ટિંગને લઈને દરરોજ સવારે નવા નવા ન્યુઝ આવતા જ હોય છે અને એને કારણે ફિલ્મ સતત લાઈમલાઈટમાં રહે છે. હવે ફરી એક વખત આ ફિલ્મ તેની કાસ્ટિંગને લઈને ચર્ચામાં આવી છે.

રિપોર્ટ્સ પર વિશ્વાસ કરીએ તો ફિલ્મમાં ભગવાની રામની ભૂમિકા રણબીર કપૂર કરી રહ્યો છે જ્યારે ફિલ્મમાં સીતા માતા, શૂર્પણખા, હનુમાન સહિતના રોલ માટે અલગ અલગ સ્ટાર્સના નામે સામે આવી ચૂક્યા છે. જોકે, મેકર્સ દ્વારા રણબીર કપૂર સિવાય બીજા કોઈ પણ સ્ટાર્સની કાસ્ટિંગને લઈને સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી.

હવે કૌશલ્યાના રોલ માટેની કાસ્ટિંગને લઈને માહિતી સામે આવી રહી છે. પહેલાં આ રોલ માટે રામાનંદ સાગરની રામાયણમાં માતા સીતાનો રોલ કરીને લોકોના દિલો પર રાજ કરનારી ગુજરાતી એક્ટ્રેસ દિપીકા ચિખલિયાનું નામ સામે આવી રહ્યું હતું, પરંતુ હવે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

મળી રહેલી માહિતી પ્રમાણે હવે મેકર્સે આ રોલ માટે એક્ટ્રેસ ઈંદિરા કૃષ્ણનનો સંપર્ક સાધ્યો છે. જોકે, હજી સુધી આ બાબતે મેકર્સ કે એક્ટ્રેસની ટીમ દ્વારા કોઈ પણ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ નથી કરવામાં આવી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button