નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Loksabha Election: પવનસિંહના બદલે અક્ષરા લડશે ચૂંટણી?

ભોજપુરી ક્વીન કેટલી ધનવાન છે, ખબર છે?

મુંબઈ/પટણા: ભોજપુરી ફિલ્મોમાં ધમાલ મચાવ્યા બાદ અભિનેત્રી અક્ષરા સિંહ હવે 2024માં લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024)માં રાજકારણમાં પોતાનો જલવો બતાવવા તૈયાર છે. ભોજપુરી ફિલ્મોની ક્વીન કહો કે સૌથી શ્રીમંત અભિનેત્રી ભાજપ (ભારતીય જનતા પાર્ટી) તરફથી ચૂંટણીના મેદાનમાં ઊતારશે એવી ચર્ચા લોકો વચ્ચે ચાલી રહી છે. ભાજપ દ્વારા ભોજપુરી અભિનેતા પવન સિંહને આસનસોલથી ટિકિટ આપવામાં આવી હતી, પણ તેમણે ચૂંટણી લડવામાંથી પીછેહઠ કરતાં ભાજપ હવે અક્ષરા સિંહને તક આપી શકે છે, પણ તમને ખબર છે કે અક્ષરા સિંહ પાસે કરોડો રૂપિયાની સંપતિ છે.

અક્ષરા સિંહે 2010માં ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. પોતાના બળ પર ફિલ્મોમાં નામ કર્યા બાદ આજે અક્ષરા સિંહની ભોજપુરી ફિલ્મોમાં સૌથી આમિર અભિનેત્રીઓમાં ગણતરી કરવામાં આવે છે. એક અહેવાલ મુજબ અક્ષરા સિંહ એક વર્ષમાં 50થી 55 કરોડ રૂપિયાની કમાણી કરે છે તેમ જ ફિલ્મો, સિંગિંગ અને સ્ટેજ પર પરફોર્મ કરવા માટે પણ તે મોટી રકમ ચાર્જ કરે છે.

અક્ષરા સિંહ એક ફિલ્મ માટે 15થી 20 લાખ અને સ્ટેજ પર્ફોર્મન્સ માટે 3થી પાંચ લાખ રૂપિયા ચાર્જ કરે છે, એવું એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. કરોડપતિ અભિનેત્રો અક્ષરા સિંહ તેની લેવિશ લાઈફસ્ટાઈલને લઈને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડમાં રહે છે. તેણે સોશિયલ મીડિયા પર મોંઘા કપડાં અને વાહનો સાથે ફોટોશૂટ કરાવ્યું હોવાની અનેક તસવીરો શેર કરી હતી.

અક્ષરા પાસે મુંબઈમાં એક કરોડો રૂપિયાનો ફ્લેટ છે આ સાથે બિહારના પટણામાં એક આલિશાન ઘર પણ છે, જેની અનેક તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. અક્ષરા સિંહના કાર કલેક્શનની વાત કરીએ તો તેની પાસે એક ફોર્ચ્યુનર અને સ્કોરપિયો જેવી કાર સામેલ છે તેમ જ તેની પાસે અનેક બાઇક પણ છે, જેથી હવે ભાજપ શું આ કરોડપતિ અભિનેત્રીને લોકસભાની ટિકિટ આપશે એ બાબત જોવાની રહેશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button