ઠાકરે અને શરદ પવાર જૂથ પાસે પ્રકાશ આંબેડકરે કરી નાખી મોટી માગણી
પણ પક્ષોએ મનાઈ કરતા રાજકારણમાં આવ્યો ગરમાવો
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોંગ્રેસમાંથી ત્રણ દિગ્ગજ નેતાએ પાર્ટીને અલવિદા કર્યું હતું, જ્યારે હવે મહારાષ્ટ્રના બે દિગ્ગજ નેતા ભાજપમાં જવાની તૈયારી હોવાનો એક નેતાએ દાવો કર્યો છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી-શરદચંદ્ર પવાર)ના પ્રમુખ શરદ પવાર જૂથના નેતાઓ પણ ભાજપ (ભારતીય જનતા પાર્ટી) સાથે નહીં જાય એનો વિશ્વાસ કરી શકાય નહીં. અલબત્ત, આ બંને પક્ષના નેતાઓ ભાજપ અથવા આરએસએસમાં જોડાશે નહીં એવું લેખિતમાં આશ્વાસન આપવા તૈયાર નહીં હોવાનો વંચિત બહુજન પાર્ટીના નેતાએ મોટો દાવો કર્યો હતો.
મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (એમવીએ)ની સીટ વહેંચણીની બેઠકોના દોર વચ્ચે તાજેતરમાં વંચિત બહુજન આઘાડીના નેતા પ્રકાશ આંબેડકરે મોટો દાવો કરતા કહ્યું હતું કે શરદચંદ્ર પવાર અને શિવસેનાના નેતાઓએ લેખિતમાં આશ્વાસન આપવાનો ઈન્કાર કર્યો હતો કે લોકસભાની ચૂંટણી પછી તેઓ ભાજપ અને આરએસએસ સાથે જશે નહીં. પ્રકાશ આંબેડકરના દાવા પછી મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના નેતા જિતેન્દ્ર આવ્હાડને લખવામાં આવેલા પત્રમાં પ્રકાશ આંબેડકરે ચોંકાવનારો દાવો કર્યો છે. સીટ શેરિંગ મુદ્દે એમવીએની બેઠકમાં જ્યારે અમારા પ્રતિનિધિઓએ કહ્યું હતું કે આપણે આપણા મતદાતાઓને વિશ્વાસ આપવો પડશે કે ચૂંટણી પછી આપણે ભાજપ અને આરએસએસ સાથે જઈશું નહીં. એ વખતે તમામ નેતાઓ ચૂપ બેઠા હતા. વંચિત બહુજન આઘાડી (વીબીએ)ના નેતાએ પત્રમાં લખ્યું હતું કે એમના આ પ્રકારના પ્રસ્તાવનો મૌન વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો, તેથી એનો અર્થ શું સમજવાનો એવો સવાલ કરવામાં આવી રહ્યો છે.
આવ્હાડને લખવામાં આવેલા પત્રનો ઉલ્લેખ કરતા આંબેડકરે સાથી પક્ષોની બેઠકમાં ઉપસ્થિત કરવામાં આવ્યો હતો. આમ છતાં શિવસેનાના સાંસદ સંજય રાઉતે લેખિતમાં આશ્વાસન આપવાનો ઈન્કાર કર્યો હતો. આ અગાઉ પણ શિવસેના ભાજપ સાથે યુતિ કરી હતી, તેથી એમવીએ સાથે ગઠબંધન કર્યા પહેલા વંચિત બહુજન આઘાડી સાથે નક્કી કરવા માગીએ છીએ કે ચૂંટણી પછી એનસીપી-એસપી ભાજપ સાથે જશે નહીં.