ભાજપના ગઢમાં બાકોરૂ પાડવાની ફિરાકમાં છે કોંગ્રેસ, દીવ અને દમણથી પ્રિયંકા ગાંધીને ઉતરવાની કોંગ્રેસની શું છે રણનિતી?
લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ પાર્ટી તેની રણનિતી બનાવી રહી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ક્યાથી ચૂંટણી લડશે તેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. આ દરમિયાન દમણ અને દીવના કોંગ્રેસના અધ્યક્ષ કેતન પટેલે એક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે પ્રિયંકા ગાંધી દમણ અને દીવ લોકસભા સીટથી ચૂંટણી લડી શકે છે. પ્રિયંકા ગાંધીને દીવ અને દમણથી ચૂંટણી લડાવવા પાછળ કોંગ્રેસનું ચૂંટણી ગણિત કામ કરી રહ્યું છે.
શું છે કોંગ્રેસની રણનિતી?
કોંગ્રેસ પાર્ટી પ્રિયંકા ગાંધીને ચૂંટણી મેદાનમાં ઉતારે તો ભાજપની મુશ્કેલી વધી શકે છે. દીવ અને દમણ ભાજપની સલામત સીટ છે. ભાજપ પાસેથી આ સીટ જાય તો જબદસ્ત ફટકો પડી શકે છે. કોંગ્રેસ આ સીટ વર્ષ 2004થી જીતી શકી નથી. ભાજપ વર્ષ 2009થી આ સીટ જીતી રહી છે. કોંગ્રેશની રણનિતી એવી છે કે જો સીટ પર જીત મળે તો ભાજપની 26 સીટ પરની જીતમાં ગાબડું પડી શકાય છે. ભાજપના સાંસદ લાલુભાઈ પટેલ સતત આ સીટ પરથી વિજયી રહ્યા છે. લાલુભાઈ પટેલના 15 વર્ષના કાર્યકાળમાં તેમની સામે એન્ટી ઈન્કમ્બન્સી વધી છે. કોંગ્રેસ પાર્ટી આ ફેક્ટરનો લાભ લેવા માંગે છે. કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને ચૂંટણી મેદાનમાં ઉતારીને દીવ અને દમણના આદીવાસીઓ મતો પોતાની તરફ આકર્ષવા માંગે છે. દીવ અને દમણની કુલ વસ્તીમાં આદીવાસીઓની વસ્તી 7 ટકા જેટલી છે. આદીવાસીઓ કોંગ્રેસની પરંપરાગત સીટ મનાય છે.
હારનું ઓછું અંતર
દીવ અને દમણ સીટ પર કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો વચ્ચે હાર-જીતનું અંતર ખુબ જ ઓછું છે. જેમ કે વર્ષ 2004ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર ડાહ્યાભાઈ પટેલે માત્ર 607 મતોથી આ સીટ જીતી હતી. તે જ પ્રકારે વર્ષ 2009માં પણ ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે 24,838 મતોથી જીત હાંસલ કરી હતી. પરંતુ વર્ષ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં મોદી લહેર હોવા છતાં પણ જીતની અંતર માત્ર 10 હજાર મતોથી પણ ઓછું રહ્યું હતું.