આપણું ગુજરાત

મારો અને વજુભાઈનો નાતો કાર્યકર અને નેતાનો છે: પુરુષોત્તમ રૂપાલા

લોકસભાની રાજકોટ મતવિસ્તારની બેઠક પર મજબૂત પાટીદાર અગ્રણી પરસોતમ રૂપાલા કે જેવો કેન્દ્રની કેબિનેટ મિનિસ્ટ્રીમાં પણ છે અને મજબૂત નેતા મનાઈ છે તેમની વરણી થઈ છે તે સંદર્ભે આજ રોજ પરસોતમ રૂપાલા નું સાંસદ મોહન કુંડારીયા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા ધારાસભ્યો ઉદય કાનગડ, દર્શિતા શાહ, ઉપરાંત કોર્પોરેશનના મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન,શહેર ભાજપ પ્રમુખ,જિલ્લા ભાજપના હોદ્દેદારો,શહેર ભાજપના હોદ્દેદારો,કાર્યકરોએ મોટી સંખ્યામાં સ્વાગત કરી અને જંગી બહુમતીથી ચૂંટાવી આપવા એલાન કરી દીધું છે. ઘણા સમયથી પક્ષથી અલગ કરી દેવાયેલા નેતાઓ પણ સ્વાગત યાત્રામાં જોડાયા હતા.

પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સૌપ્રથમવાર જે બેઠક પરથી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે લઈ જવાયા તે બેઠક એટલે ભૂતપૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળા જેમણે રાજીનામુ આપી મોદી સાહેબને બેઠક ખાલી કરી આપી હતી અને ત્યારથી તેમની યાત્રા શરૂ થઈ અને આજે વડાપ્રધાન તરીકે કામગીરી બજાવે છે.

પરસોતમ રૂપાલા સામેથી વજુભાઈ ને મળવા ગયા હતા અને આશીર્વાદ મેળવ્યા હતા એ તકે તેમણે જણાવ્યું હતું કે વજુભાઈ અમારા નેતા અને હું એમનો કાર્યકર હતો મને તેમની સાથે કાર્ય કરવામાં ખૂબ આનંદ આવતો અને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું. વજુભાઈ વાળા એ પણ પરસોત્તમભાઈ ને આવકારી મોઢા મીઠા કર્યા હતા.

વજુભાઈ વાળાની રમુજવૃતિ અહીં પણ કચ્છની રહી ન હતી કોઈએ બહુ વખાણ શરૂ કર્યા તો તરત જ વજુભાઈએ વચ્ચે અટકાવીને કહ્યું કે હવે તમે હવા ભરવાનું બંધ કરો. અને સમગ્ર વાતાવરણને હળવું બનાવી દીધું હતું.

આમ રાજકોટમાં પરસોતમ રૂપાલા નું નામ જાહેર થતાં જ વાતાવરણમાં ચૂંટણીની ગરમી આવી ગઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button