આપણું ગુજરાત

રાજકોટના કાર્યકર્તાઓને વંદન અને રાજકોટની ભૂમિને નમન કરવા આવ્યો છું: પુરુષોત્તમ રૂપાલા

લોકસભાની રાજકોટની બેઠક પર દિગ્ગજનેતા પુરુષોત્તમ રૂપાલા ની પસંદગી થતા કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આજરોજ પુરુષોત્તમ રૂપાલા ની ઔપચારિક મુલાકાત દરમિયાન તેમનું શાહી સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકરો ઉપરાંત સાંસદ મોહન કુંડારીયા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા ધારાસભ્યો ઉદય કાનગડ, દર્શિતા શાહ શહેર પ્રમુખ મુકેશ દોશી વિગેરે નેતાઓએ ઉમળકાભેર રાજકોટની ભાગોળે પુરુષોત્તમ રૂપાલા નું સ્વાગત કર્યું હતું.

ઉડીને આંખે વળગે તેવી વાતમાં ઘણા સમયથી સક્રિય રાજકારણથી દૂર રહેલા કે રાખેલા નેતાઓ ધનસુખ ભંડેરી નીતિન ભારદ્વાજ વગેરે પણ સ્વાગત કરવા પહોંચી ગયા હતા.

આમ ચૂંટણી સમયે નેતાઓની નારાજગી પૂરી થયેલી જોવા મળી હતી.

ઉપસ્થિત કાર્યકરોએ વંદે માતરમ અને ભારત માતાકી જયના જય કોષ કર્યા હતા. કાર્યકરોને સંબોધતા પુરુષોત્તમ રૂપાલા એ જણાવ્યું હતું કે હું રાજકોટના કાર્યકરોને વંદન કરવા અને રાજકોટની ભૂમિને નમન કરવા માટે આવ્યો છું આજ પછી શહેર ભાજપ જે કાર્યક્રમ નક્કી કરશે તેમાં એક કાર્યકર તરીકે હું સાથે રહીશ. ચૂંટણીને હજી થોડી વાર છે એટલે અત્યારે જે જોષ કાર્યકરોમાં છે તે છેક સુધી જળવાઈ રહે તેવી અપીલ પણ તેઓએ કરી હતી.

સમગ્ર શહેરમાં ફરી અને કમલમ ખાતે પહોંચ્યા હતા અને ત્યાં પણ કાર્યકરોને સંબોધિત કર્યા હતા. દેશના વડાપ્રધાન ની વિકાસ યાત્રાને આગળ વધારવા માટે તમામ કાર્યકરોએ મહેનત કરવાની છે તેવું કહીને કાર્યકરોને જોશ, ઉત્સાહ પુરો પાડ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button