નેશનલ

Tourism Minister of Nagaland Temjen Imnaએ કેમ કહ્યું મન મેં લડ્ડુ ફૂટ્ટા? મેરે ભી…

નાગાલેન્ડના ટુરિઝમ અને હાયર એજ્યુકેશન મિનિસ્ટર તેમજેન ઈમ્ના આલોન્ગે પોતાના અજીબોગરીબ કમેન્ટ અને મજેદાર કેપ્શન માટે ખૂબ જ ફેમસ છે. તેમની પોસ્ટ શેર કર્યાની મિનિટોમાં જ વાઈરલ થઈ જતી હોય છે અને લોકો એને ખૂબ જ પસંદ પણ કરે છે.

તેમજેન અવારનવાર નાગાલેન્ડની કુદરતી સુંદરતાના દર્શન કરાવતા વીડિયો અને ફોટો પોતાના એકાઉન્ટ પરથી શેર કરતાં હોય છે. આ સિવાય તેઓ પોતાના ફોલોવર્સને ડેટુ ડે લાઈફમાં જરૂરી એડવાઈસ તેમ જ સલાહ-સૂચન પણ આપતા હોય છે. આ જ કારણ છે કે સોશિયલ મીડિયા પર એમની તગડી ફેન-ફોલોઈંગ છે.

BJPના નેતા તેમજેન ઈમ્નાની આવી જ એક પોસ્ટ હાલમાં સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે. આ પોસ્ટમાં તેમણે નવી દિલ્હી જતી વખતે ઈન્ડિગોની ફ્લાઈટની ક્રૂને મળીને તેની સાથેનો ફોટો અને એક સુંદર નોટ પણ શેર કર્યો છે.

ફ્લાઈટના કેબિન ક્રૂ દ્વારા નેતા તેમજેનને એક નોટ આપવામાં આવી હતી અને આ નોટમાં લખવામાં આવ્યું હતું કે ડિયર અલોન્ગ, ઈન્ડિગોને પોતાની જર્ની માટે પસંદ કરવા માટે આભાર. તેમજેને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ નોટના ફોટોની સાથે કેબિન ક્રૂ સાથેનો ફોટો પણ શેર કર્યો છે. પણ કહાનીમાં ટ્વીસ્ટનું કામ તો ફોટોની કેપ્શન કર્યું હતું.

તેમજેને બંને ફોટો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું હતું કે મન મેં લડ્ડુ ફૂટ્ટા? મેરે ભી… ઈસ બાર 400 પાર… પોસ્ટ કરવાના થોડાક જ સમયમાં આ ટ્વીટને લગભગ 2,77,000થી વધુ વખત જોવામાં આવી છે અને તેના પર યુઝર્સે અલગ અલગ કમેન્ટ્સ પણ કરી છે.

એક યુઝરે તેમજેનની આ પોસ્ટ પર કમેન્ટ કરતાં લખ્યું છે કે આ તો એક સારો બુકમાર્ક બની જશે. જ્યારે બીજા એક યુઝરે કહ્યું હતું કે તમને જ નોટ મળે છે એ જ મને રાજકારણમાં હાથ અજમાવવા માટે મજબૂર કરે છે. ત્રીજા એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું હતું કે હેન્ડસમ હોવાનો આ જ એક ફાયદો છે સુંદર ફેન્સની સાથે ફોટો ક્લિક કરવાનો મોકો મળે છે…

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…