નેશનલ

10 વર્ષની સિદ્ધિઓ મુદ્દે ડીબેટ કરોઃ રાહુલ ગાંધીને સ્મૃતિ ઈરાનીએ ફેંક્યો પડકાર

લોકસભા ચૂંટણી પહેલા દેશમાં રાજકારણ ગરમાયું છે. આ દરમિયાન કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીએ કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીને એનડીએ અને યુપીએ સરકારોના 10 વર્ષના શાસન પર ચર્ચા કરવાનો ખુલ્લો પડકાર ફેંક્યો છે.

રાહુલને ડિબેટ માટે આમંત્રણ

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને પડકારતા કહ્યું કે રાહુલ ગાંધી મેદાન તમે પસંદ કરો, કાર્યકર્તાઓ અમે પસંદ કરીશું. તેમણે દાવો કર્યો કે “જો યુવા મોરચાના કોઈ કાર્યકર્તાએ તેમની સામે બોલવાનું શરૂ કર્યું તો તે બોલવાનું પણ ભૂલી જશે. સ્મૃતિ ઈરાનીએ નાગપુરમાં નમો યુવા સંમેલન કાર્યક્રમને સંબોધતા રાહુલ ગાંધીને આ ડિબેટમાં આમંત્રિત કર્યા હતા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધીને મારો પડકાર છે કે આવો અને ચર્ચા કરીએ કોનું 10 વર્ષનું શાસન ઉત્તમ હતું, મેદાન તમે પસંદ કરો અને કાર્યકર્તાઓ અમે પસંદ કરીશું.”

અમે છિએ મોદીનો પરિવાર- સ્મૃતિ ઈરાની

સ્મૃતિ ઈરાનીએ વધુમાં કહ્યું કે દેશમાં અંધારૂ હતું ત્યારે માત્ર ગાંધી પરિવારમાં જ પ્રકાશ હતો. ઘમંડ આજે પણ યથાવત છે. જ્યારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી હતી ત્યારે તેમને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરંતું તેમણે આમંત્રણ ઠુકરાવી દીધું, દોરી સળગી ગઈ પણ અકડ નથી ગઈ. રાહુલ ગાંધી મેદાન તમે પસંદ કરો, કાર્યકર્તાઓ અમે પસંદ કરીશું. થઈ જાય તમારા અને અમારા દશ વર્ષના શાસન પર ડિબેટ, તેમણે કહ્યું કે ઈન્ડિયા ગઠબંધનના એક ચોરએ કહ્યું કે મોદીનો કોઈ પરિવાર નથી, પરંતું અમે છિએ મોદીનો પરિવાર.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button