મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકરનું Email ID Hack, ગુનો નોંધાયો
મુંબઈ: દેશમાં રાજકારણ અને તેનાથી જોડાયેલા લોકોના ઈ-મેલ એકાઉન્ટ અને સોશિયલ મીડિયા હેક કરવાની ઘટનામાં વધારો આવ્યો છે. આવો જ એક બનાવ મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકર સાથે બન્યો હતી.
સૂત્રોએ આપેલી માહિતી મુજબ મહારાષ્ટ્રના વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરનું ઈમેલ આઈડી (Email ID) હેક કરવામાં આવ્યું હતું. નાર્વેકરના ઈ-મેલને હેક કરીને તે એકાઉન્ટથી મહારાષ્ટ્રના રાજયપાલ રમેશ બૈસને મેલ કરવામાં આવ્યા હતા. આ મામલે રાહુલ નાર્વેકરે મરીન લાઇન્સ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો.
રાહુલ નાર્વેકરના ઈ-મેલથી કથિત રીતે રાજયપાલને કરવામાં આવેલા મેલને નાર્વેકરે નકારી કાઢ્યા હતા તેમ જ ગવર્નર દ્વારા નાર્વેકરે આવા કોઈ પણ મેલ નહીં મોકલાવવામાં આવ્યા હોવાનું કહેવામાં આવ્યું હતું. જોકે વિધાનસભા સત્રમાં અમુક વિધાનસભ્યોએ આ બાબતે કાર્યવાહી કરવાની માગણી પણ કરી હતી.
તાજેતરમાં નાર્વેકરે શિંદે જૂથની શિવસેના જ અસલી શિવસેના છે એવો ચુકાદો આપ્યો હતો, જેથી કોઈ દ્વારા રાહુલ નાર્વેકરને ટાર્ગેટ બનાવવામાં નથી આવી રહ્યા છે કે નહીં એ બાબતની તપાસ પોલીસે શરૂ કરી હોવાની માહિતી સૂત્રોએ આપી હતી.