WPL-2024: RCBની Ellyse Perryએ માર્યો એટલો દમદાર સિક્સર કે… ખેલાડીઓ પણ ચોંકી ઉઠ્યા…
Women’s Premier Leagueની 11મી મેચ યુપી વોરિયર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાઈ રહી હત અને આ મેચમાં આરસીબીની ગર્લ્સ ગેન્ગે બાજી મારી લીધી હતી. Smriti Mandhana અને Ellyse Perryની હાફ સેન્ચ્યુરીના દમ પર આરસીબી સામે 198 રનનું ટાર્ગેટ આપ્યું હતું.
મહારાષ્ટ્રના સાંગલીની Smriti Mandhanaએ 50 બોલમાં 80 રન તો Ellyse Perryએ 85 રન કર્યા હતા. ડેની સામે યુપીની ટીમ 175 રન કરવામાં જ સફળ રહી હતી. પરંતુ આ મેચનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે જેમાં Ellyse Perry એટલો લાંબો સિક્સ માર્યો હતો કે ડગઆઉટની નજીક ઊભી રહેલી ડેમો કારનો કાચ તૂટી જતો દેખાઈ રહ્યો છે. કારનો કાચ તૂટી ગયેલો જોઈને ખેલાડીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
સોશિયલ મીડિયા પર પેરીનો આ વીડિયો તૂફાન વાઈરલ થઈ રહ્યો છે અને નેટિઝન્સ આ વીડિયો રિપ્લે કરી-કરીને જોઈ રહ્યા છે. આ વીડિયો લાઈક્સ અને કમેન્ટ્સનો વરસાદ થઈ રહ્યો છે.
દરમિયાન 199 રનનો ટાર્ગેટ ચેઝ કરતાં કરતાં યુપીની કેપ્ટન એલિયા હિલીએ 38 બોલમાં 55 રન બની કર્યા હતા પરંતુ ત્યાર બાદ ટીમનો કોઈ પણ ખેલાડી મેદાન પર ટકી શક્યો નહોતો અને યુપીની ટીમ 175 રન બનાવીને પેવેલિયન ભેગી થઈ ગઈ હતી.
યુપી વોરિયર્સ પ્લેઈંગ ઈલેવન
એલિસા હિલી (કેપ્ટન, વિકેટકિપર), કરિણ નવગિરે, ચમારી અથાપથુ, ગ્રેસ હેરિસ, શ્વેતા સેહરાવત, દિપ્તિ શર્મા, પુનમ ખેમનાર, સોફી એક્લેસ્ટોન, રાજેશ્વરી ગાયકવાડ, સાયમા ઠાકોર, અંજલી સખાની…
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઈંગ ઈલેવન
સ્મૃતિ મંધાના (કેપ્ટન), સોફી ડિવ્હાઈન, સભિનેની મેઘના, એલિસ પેરી, રિચા ઘોષ (વિકેટકિપર), સોફી મોલિનક્સ, જ્યોર્જિયા વેરેહમ, એક્તા બિશ્ત, સિમરન બહાદુર, આશા શોભના, રેણુકા ઠાકુર સિંહ