Popstar Rihannaને આ કોના ઈયરરિંગ્સ પસંદ આવી ગયા? ઈયરરિંગ્સની કિંમત સાંભળશો તો…

બે દિવસ પહેલાં જ ગુજરાતના જામનગર ખાતે મહાઆરતી સાથે Mukesh Ambani-Nita Ambaniના દીકરા Anant Ambani-Radhika Merchantની પ્રિ વેડિંગ સેરેમની ધામધૂમથી સંપન્ન થઈ. બે દિવસ બાદ પણ છુટાછવાઈ આ સેરેમનીની ઈનસાઈડ સ્ટોરી સામે આવી રહી છે. હવે જે ઈનસાઈડ સ્ટોરી સામે આવી છે તે છે Popstar Rihanna And Orryની છે… આવો જોઈએ શું છે આ સ્ટોરી…
વાત જાણે એમ છે કે પોતાની ઉટપટાંગ હરકતોને કારણે હંમેશા લાઈમલાઈટમાં રહેતાં Orhaan Avtramani Aka Orryએ જામનગર ખાતેના ફંક્શનમાં પણ ખૂબ લાઈમલાઈટ લૂંટી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ઓરીએ સ્ટારકિડ્સ અને અંબાણી લેડીઝનો એકદમ ફેવરેટ છે. તે અવારનવાર ઈશા અંબાણી, નીતા અંબાણી, શ્લોકા અંબાણી સાથેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતો હોય છે.
સોશિયલ મીડિયા પર પણ ઓરીની ફેનફોલોઈંગ એકદમ તગડી છે. પોતાના અનોખા સ્ટાઈલ સ્ટેટમેન્ટને કારણે ઓરી હંમેશા ટોક ઓફ ધ ટાઉન રહે છે. પરંતુ હવે ફંક્શનમાં ઓરીએ કંઈક એવું કર્યું હતું કે જેને કારણે સ્ટાર કિડ્સની સાથે સાથે પોપ સ્ટાર રિહાના પણ ઓરીની ફેન થઈ ગઈ હતી અને તે તેની ફેશન સેન્સથી એકદમ ઈમ્પ્રેસ થઈ ગઈ હતી.
અનંત અને રાધિકાના પ્રિ વેડિંગ બેશમાં રિહાના અને ઓરીના એક સાથે પાર્ટી એન્જોય કરતાં વીડિયો પણ વાઈરલ થઈ રહ્યા છે. આ જ દરમિયાન રિહાનાનું ધ્યાન ઓરીના હટકે ઈયરરિંગ્સ પર ગયું હતું અને આ ઈયરરિંગ્સ તેને એટલા બધા ગમી ગયા કે પાર્ટીની વચ્ચે જ તેણે ઓરી પાસેથી આ ઈયરરિંગ્સ ઉતરાવી લીધા હતા અને પોતાની સાથે લઈ ગઈ હતી.
ઓરીના આ ઈયરરિંગ્સની કિંમત વિશે વાત કરીએ તો તેની કિંમત 30,000 રૂપિયા છે. ફ્લાવરશેપની ઈયરરિંગ્સ પર ઘણા બધા ક્રિસ્ટલ પર્લ્સ લાગેલા છે અને આ સિલ્વર Dandelion ઈયરરિંગ્સ રિહાના પોતાની સાથે લઈને જતી રહી છે. રિહાનાની વાત કરીએ તો અંબાણીની આ પાર્ટીમાં રિહાનાએ પર્ફોર્મ કરવા માટે 70થી 74 કરોડ રૂપિયાની જંગી ફી વસૂલી છે અને તેની કુલ નેટવર્થની વાત કરીએ કરીએ તો તે 11,000 કરોડ રૂપિયા કરતાં પણ વધારે હોવાનું કહેવાય છે.