રાશિફળસ્પેશિયલ ફિચર્સ

Mahashivratriના એક દિવસ પહેલાં જ ત્રણ મોટા ગ્રહ કરશે ગોચર, આ રાશિના જાતકો માટે સોને પે સુહાગા ટાઈમ શરૂ…

હિન્દુ કેલેન્ડર પ્રમાણે 8મી માર્ચ, 2024ના રોજ મહાશિવરાત્રીનો તહેવાર આવી રહ્યો છે. પરંતુ આપણે અહીં વાત કરવાના છીએ મહાશિવરાત્રિના એક દિવસ પહેલા એટલે કે 7મી માર્ચના દિવસની… આ દિવસ જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે કારણ કે આ જ દિવસે ત્રણ મોટા ગ્રહોના નક્ષત્રો અને રાશિ પરિવર્તન કરવા જઈ રહ્યા છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 7મી માર્ચે લાલ ગ્રહ તરીકે ઓળખાતો મંગળ ધનિષ્ઠા નક્ષત્રમાં પ્રવેશ કરશે જ્યારે ગ્રહોનો રાજકુમાર બુધ કુંભ રાશિમાંથી નીકળીને મીન રાશિમાં ગોચર કરી રહ્યો છે અને શુક્ર પણ કુંભ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે.

અહીંયા તમારી જાણ માટે કે મીન રાશિમાં બુધના ગોચરને કારણે રાહુ અને બુધની યુતિ થઈ રહી છે. રાહુ પહેલાંથી જ મીન રાશિમાં બિરાજમાન છે. જ્યારે શનિદેવ પહેલાંથી જ પોતાની સ્વ રાશિ કુંભમાં બિરાજમાન છે. આવી પરીસ્થિતિમાં કુંભ રાશિમાં શુક્ર અને શનિની યુતિ થઈ રહી છે. ભોળશંભુના તહેવાર એટલે કે મહાશિવરાત્રીના એક દિવસ પહેલા જ આ ત્રણેય મહત્વના ગ્રહો પોતાની ચાલ બદલી રહ્યા છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોને જોરદાર ફાયદો થઈ રહ્યો છે. આવો જોઈએ કઈ છે એ ભાગ્યશાળી રાશિઓ કે જેમના માટે સોનેરી સમય શરૂ થઈ રહ્યો છે.


કન્યા: મહાશિવરાત્રિના એક દિવસ પહેલા કન્યા રાશિવાળાના જાતકો માટે શુક્ર, બુધ અને મંગળના નક્ષત્ર પરિવર્તન તેમ જ રાશિ પરિવર્તનને કારણે લાભ થઈ રહ્યો છે. સરકારી નોકરી કરી રહેલા લોકોને આ સમય દરમિયાન સારા સમાચાર સાંભળવા મળી શકે છે. ધંધામાં પણ મોટો ફાયદો થઈ શકે છે. સ્વાસ્થ્યમાં પહેલા કરતા સુધારો જોવા મળશે. સ્વાસ્થ્ય સંબંધિત કોઈ પણ સમસ્યા પ્રત્યે બેદરકારી ન દેખાડશો નહીંતર તમારી તબિયત ફરી બગડી શકે છે.


મિથુન: આ રાશિના જાતકો માટે બુધ, શુક્ર અને મંગળનું ગોચર સાનુકૂળ સાબિત થઈ રહ્યું છે. આ રાશિના જાતકોને આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે. વેપારમાં આ સમયગાળામાં કોઈ સાથે પાર્ટનરશિપ કરવી ફાયદાનો સોદો સાબિત થઈ શકે છે. બિઝનેસમાં ડબલ ફાયદો થઈ રહ્યો છે. તેમ જ દેવાથી પરેશાન લોકોને પણ આ સમયગાળા દરમિયાન રાહત મળી શકે છે. પરિવાર સાથે ક્યાંક ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો.


સિંહ: સિંહ રાશિના લોકો માટે બુધ અને શુક્રનું સંક્રમણ લાભદાયી સાબિત થવા જઈ રહ્યું છે, કારણ કે મહાશિવરાત્રિ પછી સિંહ રાશિના લોકોને બિઝનેસ, કરિયર અને જીવનમાં ખૂબ જ પરિવર્તન જોવા મળશે. આ સાથે જ જીવનમાં ચાલી રહેલી કોઈ પણ પ્રકારની સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ જોવા મળશે. આ રાશિના જાતકોને તણાવમાંથી રાહત મળશે. સ્વાસ્થ્ય પહેલાં કરતા સારું રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button