Thai pilot: ઉડતા વિમાનમાં મહિલાને લેબર પેઈન થયું ને પહેલીવાર પાયલટે
આજકાલ એરપોર્ટ પર કે વિમાનમાં પ્રવાસીઓ સાથે થતા ગેરવ્યહારના કિસ્સા ગણા જાણવા મળે છે ત્યારે તેનાંથી ઉલટી એક સુખદ ઘટના બહાર આવી છે, જેમાં પાયલટે એક નવજાતને દુનિયામાં લાવવા માટે માતાને મદદ કરી છે.
એક પાયલોટ તાઈવાન તાઈપેઈથી બેંગકોક જઈ રહ્યો હતો ત્યારે અચાનક ફ્લાઈટમાં એક પ્રેગનન્ટ મહિલા પ્રવાસીને લેબર પેઈન શરૂ થયું હતું. વિમાનના પાયલટને આ વાતની જાણ થતાં જ તે દોડી આવ્યો હતો, પણ સમસ્યા એ હતી કે પાયલટે તેની 18 વર્ષની કરિયરમાં આવી સ્થિતિ ક્યારેય જોઈ ન હતી. પણ થ્રી ઈડિયટ્સના રેંચોની જેમ તેણે હિંમત કરી. પાયલટ સરનર્કસ્કુલે મહિલા કો-પાઈલટને કમાન્ડ સોંપી અને કોકપીટમાંથી બહાર આવી ગયો. તેણે ડોક્ટરની જેમ મહિલાની ડિલિવરી પણ કરાવી. સરનર્કસ્કુલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે તેણે પહેલા ક્યારેય કોઈની ડિલિવરી કરી નથી. જ્યારે પ્લેન થાઈલેન્ડના બેંગકોકમાં લેન્ડ થયું ત્યારે પેરામેડિક્સ મહિલાની રાહ જોઈ રહ્યા હતા. માતા અને બાળક બંને સુરક્ષિત અને સ્વસ્થ હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી.
સરનારરસ્કુલે એમ પણ કહ્યું કે મને ગર્વ છે કે તે એક બાળકને દુનિયામાં લાવવામાં સક્ષમ છે. નવજાત બાળક અંગે તેમણે કહ્યું કે તે જીવનભર દરેકને કહી શકશે કે તેનો જન્મ હવામાં થયો હતો. મને ખૂબ ગર્વ છે કે હું તેને દુનિયામાં લાવવામાં મદદ કરી શક્યો. સાર્નરસ્કુલે કહ્યું કે વિમાનના ક્રૂએ તેનું નામ સ્કાય રાખ્યું છે.
2 વર્ષ પહેલા પણ આવો જ એક કિસ્સો બહાર આવ્યો હતો. જ્યાં એક મહિલાએ 30,000 ફૂટની ઊંચાઈએ પ્લેનમાં બાળકને જન્મ આપ્યો હતો. ડિલિવરી ડેટ પહેલા પ્લેનમાં મુસાફરી કરતી વખતે મહિલાને અચાનક લેબર પેઈન શરૂ થયું. જોકે તે સમયે કેબિન ક્રુમા અમુક તાલીમ લીધેલા સભ્યો હતા એટલે તેમણે જવાબદારી સંભાળી લીધી હતી અને મહિલાને સુરક્ષિત રીતે ડિલિવરી કરાવી. આ મામલો ટ્રાન્સએટલાન્ટિક ફ્લાઈટનો હતો જે આફ્રિકન દેશ ઘાનાથી અમેરિકાના વોશિંગ્ટન ડીસી જઈ રહી હતી.