ભારતીય મૂળની અભિનેત્રી અવંતિકા કરી રહી છે હૉલીવૂડ પર રાજ…
મુંબઈ: ભારતીય મૂળની અભિનેત્રી અવંતિકા હૉલીવૂડની ફિલ્મોમાં કામ કરવાને કારણે અત્યારે લાઈમલાઈટમાં છે. અવંતિકાની આગામી ફિલ્મ ‘મીન ગર્લ્સ’નું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મમાં અવંતિકા લીડ રોલમાં જોવા મળવાની છે. તાજેતરમાં અવંતિકાએ ભારતીય અભિનેત્રીને લઈને મોટી વાત જણાવી હતી.
અમેરિકાના કેલિફોર્નિયામાં જન્મેલી અભિનેત્રી પહેલા ‘બ્રહ્મોત્સવમ’ નામની એક તેલુગુ ફિલ્મમાં કામ કરી ચૂકી છે. તેણે કહ્યું હતું કે જ્યારે ભારતની અભિનેત્રીને હૉલીવૂડમાં કામ કરતાં જોઈ છું તો મને ખૂશી થાય છે. મારી માટે આ ગર્વની વાત છે કે હું ભારત સાથે જોડાયેલી છું. અહી પ્રતિભાની કોઈ પણ અછત નથી અને આ વાતને આખી દુનિયા પણ જુએ છે.
19 વર્ષની અવંતિકા તેની આગામી ફિલ્મ ‘મીન ગર્લ્સ’ને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે. ફિલ્મ વિશે જણાવતા તેણે કહ્યું કે હું હંમેશાંથી ફિલ્મોમાં કામ કરવા ઈચ્છતી હતી. જ્યારે હું નાની હતી ત્યારે મેં ‘થ્રી ઈડિયટ્સ’ જોઈ હતી, આ ફિલ્મ જોઈને મને થયું કે મને ફિલ્મોમાં કામ કરવું છે. આ ફિલ્મમાં હ્યુમન ઇમોશનને જે રીતે દર્શાવ્યું છે તે ખૂબ જ સુંદર છે. મેં ‘થ્રી ઈડિયટ્સ’ મારી મનપસંદ ફિલ્મોમાંથી એક છે.
હું પોતાને નસીબદાર માનું છું કે હું ભારતનું નામ રોશન કરી રહી છું. મારા માટે આ ગૌરવની વાત છે કે મને પ્રિયંકા ચોપરા અને સિમોન એશલી સહિત ભારતીય મૂળની અભિનેત્રીઓ સાથે સરખાવવામાં આવે છે અને હવે એ દિવસ દૂર નથી કે ભારતીય અભિનેત્રીઓ હૉલીવૂડ પર રાજ કરશે. અવંતિકાની ‘મીન ગર્લ્સ’ 12 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી અને તેને મિક્સ રિવ્યૂ મળ્યા હતા.