સ્પોર્ટસ

Ranji Trophy: વિદર્ભ અને મધ્યપ્રદેશની સેમી ફાઇનલ રોમાંચક તબક્કામાં, યશ રાઠોડની લડાયક ઇનિંગ

નાગપુરઃ વિદર્ભ અને મધ્યપ્રદેશ વચ્ચેની રણજી ટ્રોફીની સેમી ફાઇનલ રસપ્રદ તબક્કામાં પહોંચી હતી. યશ રાઠોડના અણનમ 97 રનની મદદથી વિદર્ભે મેચમાં શાનદાર વાપસી કરી હતી અને મધ્ય પ્રદેશ સામે ત્રીજા દિવસે છ વિકેટે 343 રન કર્યા હતા.

રાઠોડે 165 બોલમાં અણનમ 97 રન ફટકાર્યા હતા. કેપ્ટન અક્ષર વાડકરે તેને સારો સાથ આપ્યો અને 139 બોલમાં 77 રન ફટકાર્યા હતા. બંનેએ છઠ્ઠી વિકેટની ભાગીદારીમાં 158 રન ઉમેર્યા હતા જ્યારે એક સમયે વિદર્ભે 161 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. દિવસના અંતે વિદર્ભે 261 રનની લીડ હાંસલ કરી હતી.

ગઈ કાલે એક વિકેટે 13 રનના સ્કોરથી આગળ રમતા વિદર્ભે બીજી ઓવરમાં અક્ષર વખારેની વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી ધ્રુવ શોરે (65 બોલમાં 40 રન) અને અમન મોખાડે (100 બોલમાં 59 રન)એ ત્રીજી વિકેટ માટે 84 રનની ભાગીદારી કરી હતી. લેફ્ટ આર્મ સ્પિનર કુમાર કાર્તિકેયે શોરેને આઉટ કરીને ભાગીદારી તોડી હતી.

તે સમયે વિદર્ભનો સ્કોર ત્રણ વિકેટે 90 રન હતો. આ પછી મોખાડે અને કરુણ નાયર (38) પણ આઉટ થઈ ગયા હતા જેના કારણે વિદર્ભનો સ્કોર પાંચ વિકેટે 161 રન થઈ ગયો હતો અને તેની પાસે માત્ર 79 રનની લીડ હતી.

આ પછી રાઠોડ અને વાડકરે મધ્યપ્રદેશના બોલરો પર દબાણ બનાવીને ફરીથી દાવને આગળ ધપાવ્યો હતો. વાડકર મેચની અંતિમ ક્ષણોમાં ઝડપી બોલર અનુભવ અગ્રવાલનો શિકાર બન્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…