સાંઢીયા પુલનું નવનિર્માણ વિલંબમાં, રીટેન્ડરીંગ થશે

સાંઢીયા પુલનાં નવીનીકરણમાં વધુ એક વખત વિઘ્ન આવ્યું છે જોકે પ્રજાના હિતમાં એક નિર્ણય લેવાયો છે કે 63 કરોડથી વધારે કિંમતનું આ ટેન્ડર સત્તાધીશોને વધારે કિંમતનું લાગતા કોન્ટ્રાક્ટરને રૂબરૂ બોલાવી નેગોસીએશન કરવાનું કહેતા કોન્ટ્રાક્ટર સહમત થયાના હતા અને અંદાજિત અઢી ત્રણ ટકા રકમ વધારે લાગતા મહાનગરપાલિકાએ રિટેન્ડરીંગ કરવા નિર્ણય લીધો છે.
હાલના સંજોગોમાં જ્યારે લોકસભાની ચૂંટણી થોડા દિવસોમાં યોજવાની હોય હવે
ચૂંટણી બાદ જ પ્રક્રિયા આગળ વધવાની શક્યતા દેખાઈ રહી છે.
મોરબી દુર્ઘટના બાદ સાંઢીયો પુલ જોખમી જાહેર કરાયો હતો. ત્યાર પછી ભારે વાહનો માટે બંધ કરી તેની ડિઝાઇન રેલવે સત્તાધીશોને મોકલી મંજૂર કરેલી પરંતુ તેમાં પણ ભવિષ્યમાં રેલ્વે ના ડબલ ટ્રેક કરવાની ગણતરી હોય પુલ ની ડિઝાઇનમાં ફેરફાર આવ્યા અને નવનિર્માણનું કામ વિલંબમાં પડ્યું હતું. હવે આ રિટેન્ડરિંગની પ્રક્રિયા શરૂ થશે અને મંજૂર થાય ત્યાં સુધીનો સમય રાજકોટ વાસીઓએ કાઢવો જ રહ્યો. આ પુલ પર ભારે વાહનો માટે પ્રવેશ નિષેધ હોય, ડાયવર્ઝન વાળો રસ્તો અત્યંત ખરાબ હોય, રોજ એક દોઢ કિલોમીટર સુધી રસ્તો જામ રહે છે.અને ટ્રાફિકની સમસ્યા ઉદભવે છે. લોકો અસંખ્યવાર રજૂઆતો કરી ચૂક્યા છે.જોઈએ પ્રશ્નનો નિવેડો ક્યારે આવે છે.