મનસુખ માંડવીયાને પોરબંદરની બેઠક ફાળવતા ગોંડલ અને રીબડા બંને જગ્યાએ ફટાકડા ફૂટ્યા.
પોરબંદર લોકસભા બેઠક ના ભાજપ ના ઉમેદવાર તરીકે ડૉ. મનસુખભાઈ માંડવીયાનુ નામ જાહેર થવા બદલ ગોંડલ ખાતે હાલના સાંસદ રમેશ ધડુક મીડિયાને જણાવતા આનંદિત થયા હતા અને વધારે મતની લીડ થી જીતાડવા માટે પોરબંદર સંસદીય મતવિસ્તારને અપીલ કરી હતી ઉપરાંત ધારાસભ્યશ્રી ગીતાબા જયરાજસિંહ જાડેજા ના બંગલે યુવા અગ્રણી ગણેશભાઈ, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, પોરબંદર લોકસભા સંયોજક પ્રફુલ્લભાઇ ટોળીયા તેમજ ભાજપ પરીવાર દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.
ગોંડલ તાલુકાના તથા શહેરના ભારતીય જનતા પક્ષના આગેવાનો સાથે મળી અને પાંચ લાખથી વધુ ની લીડ થી જીતાડવા ઉત્સાહિત બન્યા. ઉપરાંત રીબડા માં પણ ફટાકડા ફોડી સ્થાનિક રાજકીય આગેવાન રાજદીપસિંહ જાડેજા તથા આજુબાજુ વિસ્તારના સરપંચ તાલુકા પંચાયતના સભ્ય વિગેરે વધારેમાં વધારે લીડ થી મનસુખ માંડવીયા જીતે તેઓ સંકલ્પ કર્યો હતો.
આમ રીબડા માં પણ રાજકીય ખુશી નો માહોલ જોવા મળ્યો…