મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

કોણ છે Ambani Familyનો Don? Mukesh Ambaniએ Secret Reveal કરી જ દીધું…

ગઈકાલે જામનગર ખાતે Mukesh Ambani-Nita Ambaniના દીકરા Anant Ambani-Radhika Merchantનું પ્રિ-વેડિંગ બેશનું સેલિબ્રશન પૂરું થયું. આ સેલિબ્રેશનમાં અનેક સેલેબ્સ, બિઝનેસમેન, રાજકારણીઓએ હાજરી આપીને ચાર ચાંદ લગાવ્યા. પરંતુ આ ઈવેન્ટ પૂરું થતાંની સાથે સાથે જ અંબાણી પરિવારનું એક સિક્રેટ પણ રિવીલ થઈ ગયું છે અને આ સિક્રેટ રિવીલ કર્યું છે ખુદ Mukesh Ambani

એ… આવો જોઈએ શું છે આ સિક્રેટ- વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયા પર Mukesh Ambani-Nita Ambaniનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં મુકેશ અંબાણી સુપરહિટ ફિલ્મ ડોનનો ડાયલોગ રિક્રિયેટ કરતાં જોવા મળી રહ્યા છે.

આ વીડિયોમાં મુકેશ અંબાણી એવું કહેતાં જોવા મળી રહ્યા છે કે ડોન કો પકડના મુશ્કિલ હી નહીં નામૂમકિન હૈ… એટલામાં જ નીતા અંબાણીની વીડિયોમાં એન્ટ્રી થાય છે અને તેઓ કહે છે કે પણ આ ડોનને તો એના નાના નાના ક્યુટ ગ્રાન્ડ ચિલ્ડ્રન્સે પકડી પાડ્યા છે… વીડિયોમાં આગળ નીતા અંબાણી કહે છે ચાલો મુકેશ આપણને મોડું થાય, આપણને અનંત અને રાધિકાના સંગીતમાં જવાનું છે. હવે હોમ મિનિસ્ટરનો આદેશ હોય એટલે મુકેશ અંબાણી પણ યસ બોસ કહીને ખુરશી પરઠી ઉઠીને ચાલવા લાગે છે અને મજાકિયા અંદાજમાં પાછળથી નીતા અંબાણીને જ અંબાણી પરિવારનો રિયલ ડોન કહીને સંબોધે છે..

વીડિયોના બીજા ભાગમાં નીતા અંબાણીને ડોનની ખુરશીમાં બેસેલા અને તેની જેમ જ ચશ્મા પહેરીને એકદમ ડોન જેવા એટિટ્યૂડમાં જોઈ શકાય છે. દીકરાના લગ્ન પહેલાંના આ ફંક્શનમાં અંબાણી પરિવારે કોઈ કસર બાકી નથી રાખી. નીતા અંબાણી અને મુકેશ અંબાણીએ આ ઈવેન્ટમાં પ્યાર હુઆ ઈકરાર હુઆ ગીત પર રોમેન્ટિક ડાન્સ કરીને લાઈમલાઈટ ચોરી લીધી હતી એમ જ આ ક્યુટ વીડિયોને પણ નેટિઝન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તે ઈન્ટરનેટ પર આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ બાળપણથી એકબીજાને ઓળખે છે અને જાન્યુઆરી, 2023માં તેમની સગાઈ કરવામાં આવી હતી. હવે 12મી જુલાઈના તેઓ લગ્નબંધનમાં બંધાઈ જશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button