ચામાં એક ચપટી ઉમેરી દો આ સફેદ વસ્તુ અને જુઓ Magic…
ચા એ ભારતનું નેશનલ ડ્રીંક છે. ભારતીયો ખુશ હોય કે ચિંતામાં તેઓ ચા પીવાનું નથી છોડતા. પરંતુ આ ચાને લઈને જ અનેક ચોંકાવનારા સર્વે, અભ્યાસો પણ કરવામાં આવ્યા છે જેમાં ચા પીવાથી થતાં નુકસાન વિશેની માહિતી આપવામાં આવી છે. પરંતુ આજે અમે અહીં તમારા માટે એક ખાસ સિક્રેટ ટિપ્સ લઈને આવ્યા છીએ જેની મદદથી આરોગ્યને નુકસાન પહોંચાડનારી આ ચા એકદમ હેલધી બની જશે, ચાલો જોઈએ શું છે આ સિક્રેટ ટિપ્સ…
ચામાં એક ચપટી મીઠું નાખીને ચા પીવાથી અનેક અદ્ભુત ફાયદા થાય છે. હા હા, અમને ખયાલ આવી ગયો કે ચામાં મીઠું નાખવાની વાત એક ચાપ્રેમીને અવઢવમાં મૂકી શકે છે. આપણામાંથી ઘણા લોકો એવા હશે કે જેમને બ્લેક ટી, ગ્રીન ટી, લેમન ટીમાં પીવાનું પસંદ હોય છે, આવા લોકો માટે છે આ લેખ.
ચામાં મીઠું ઉમેરીને પીવામાં આવે તો તેને કારણ પેટનું મેટાબોલિઝમ રેટ એકદમ પરફેક્ટ રહે છે, એટલું જ નહીં પણ એને કારણે રોગપ્રતિકારક શક્તિ એટલે કે ઈમ્યૂન સિસ્ટમ પણ સુધરે છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ગ્રીન ટીમાં મીઠું ભેળવીને પીવાના પણ એકદમ અદ્ભુત ફાયદા છે, જેના વિશે ખૂબ જ ઓછા લોકો જાણે છે.
એન્ટિઓક્સિડેન્ટની સાથે પાંચનતંત્રને સુધારતા ગુણ પણ જોવા મળે છે. જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા હોવ તો તમે બ્લેક સોલ્ટ મિક્સ કરીને ગ્રીન ટી પી શકો છો. આનાથી અપચો, એસિડિટી અને અપચોની સમસ્યા ઓછી થઈ શકે છે.
લીંબુ મિક્સ કરીને બ્લેક ટી પીવાના અદ્ભુત ફાયદા છે. તેનાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે. તે જ સમયે, મેટાબોલિક રેટ વધે છે અને આંતરડાના કાર્યમાં પણ સુધારો થાય છે. આ કારણે તમે જે પણ ખાઓ છો તે તમારા મેટાબોલિઝમ સિસ્ટમ સુધારે છે. પેટ સાફ કરવાની સાથે આખું શરીર ડિટોક્સ થાય છે.
કાળું મીઠું ભેળવીને બ્લેક ટી પીવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જો તમે ઝડપથી વજન ઓછું કરવા માંગો છો તો તમે કાળું મીઠું ઉમેરીને બ્લેક ટી પી શકો છો. પેટમાં પાચન ઉત્સેચકોને પ્રોત્સાહન આપે છે. જેના કારણે ખોરાક ઝડપથી પચી જાય છે. ચરબી ઓછી થાય છે. થોડી ચાના પાંદડા ઉકાળો, તમે સામાન્ય રીતે કરો છો તેમ દૂધ ઉમેરો અને ચા પીતા પહેલા એક ચપટી મીઠું ઉમેરો.
કુદરતી સ્વાદ વધારવાનું કામ મીઠું કરે છે. ચાની ભૂક્કી સ્વાદમાં કડવી હોય છે, પણ તેમાં જો તમે એક ચમચી મીઠું ઉમેરી દેશો તે તેના સ્વાદને સંતુલિત કરવામાં મદદ કરશે અને ચાને વધુ સ્ટ્રોન્ગ અને ટેસ્ટી બનાવવાનું કામ કરશે. આ સિવાય ઘણી વખત એક ચપટી મીઠું અમુક ચાની જાતિમાં જોવા મળતી કુદરતી સ્વીટનેસને એન્હાન્સ કરવામાં પણ મદદ કરી શકે છે.