Suicide note લખવામાં જે સમજદારી-સંવેદના બતાવી તે જીવન જીવવામાં બતાવી હોત તો…
સુરતઃ શહેરમાં ફરી એક 20 વર્ષીય યુવતીએ આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું છે. બીટેકની વિદ્યાર્થિનીએ ભરેલા આ અંતિમ પગલા બાદ તેની સ્યૂસાઈડ નૉટ હાથમાં આવી છે. આ નૉટ વંચીને તેની સમજદારી અને સંવેદનશીલતાની ખબર પડે ત્યારે સવાલ એ છે કે તે સમજદારી જીવન જીવવા, અડચણોને દૂર કરવા બતાવી હોત તો માતા-પિતાએ આ આઘાત સાથે ન જીવવું પડેત.
સુરતની કૉલેજમાં બી ટેકમાં ભણતી યુવતીએ જીવન ટૂંકાવ્યું છે. આ યુવતી મુંબઈ ખાતે જીએસટી આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા અધિકારીની પુત્રી હતી અને અહીં ભણી રહી હતી. પોતે ભણવામાં સારો દેખાવ ન કરી શકી હોવાથી તેણે આ પગલું ભર્યું હોવાનું સ્યૂસાઈડ નૉટમાં લખ્યું છે. આ યુવતીએ પોતાનો જીવ પણ ક્રૂરતાપૂર્વક લીધો હતો. તેણે ચહેરા પર પ્લાસ્ટિક બેગ પહેરી, તેને બંધ કરી પોતાના હાથ બાંધી દીધા હતા અને આ રીતે ગુંગળાઈને તેનું મૃત્યુ થયું હતું. વિદ્યાર્થિનીનું નામ મનશ્રી હોવાનું જાણવા મળ્યું છે.
તેણે Suiside noteમાં માતા-પિતાને સંબોધીને લખ્યું હતું કે તમને બન્નને અભિમાન થાય તેવું કોઈ કામ મેં કર્યું નથી. મેં થોડી વધારે મહેનત કરી હોત તો સારું પરિણામ આવી શક્યું હોત. મારા મોત માટે કોઈ જવાબદાર નથી. આ સાથે પોતે બીજા સેમિસ્ટરની ફી પાછી લેવાના ડોક્યુમેન્ટ્સ પણ તૈયાર રાખ્યા હોવાનું તેણે નોટમાં લખ્યું છે. પરીક્ષામાં નાપાસ થઈ હોવાથી તે તાણ અનુભવી હી હોવાનું જાણવા મળ્યું છે.
નિષ્ફળતા મળે ત્યારે તાણ અનુભવાઈ અને નાસીપાસ પણ થઈ જવાય, પરંતુ ફરી મહેનત કરી સફળતા મેળવી શકાય છે. કોઈપણ સમસ્યાનું નિરાકરણ જીવ દઈ દેવાથી આવતું નથી અને મૃત્યુ પામનારનો પરિવાર આજીવન આઘાતમાં જીવે છે.