આમચી મુંબઈ

બ્રેકઅપના આઘાતથી કરેલી આત્મહત્યા મૃત્યુની ઉશ્કેરણી નહીં: કોર્ટ

મુંબઈ: બ્રેકઅપ પછી માનસિક આઘાતને કારણે કરેલી આત્મહત્યા મૃત્યુ માટે ઉશ્કેરણી ન ગણી શકાય એમ મુંબઈની અદાલતે નોંધ્યું હતું. ભૂતપૂર્વ બોયફ્રેન્ડના મૃત્યુ માટે જવાબદાર ગણેલી મહિલા સામેના કેસમાં તેને નિર્દોષ જાહેર કરતા ચુકાદામાં અદાલતે આ પ્રમાણે જણાવ્યું હતું. મનફાવે એમ બોયફ્રેન્ડ કે ગર્લફ્રેન્ડ બદલવા નૈતિક રીતે યોગ્ય નથી, પણ રિલેશનશિપમાં પાર્ટનર ગુમાવનાર વ્યક્તિ માટે કોઈ કાયદેસર ઈલાજ નથી.

વધારાના સેશન્સ જજ એન પી મહેતાએ આ નિરીક્ષણ ૨૯ ફેબ્રુઆરીએ રજૂ કરી મનીષા ચુડાસમા અને તેના મંગેતર રાજેશ પનવારને દોષમુક્ત જાહેર કયાર્ં હતાં. નીતિન કેણીને આત્મહત્યા માટે ફરજ પાડવાનો તેમના પર આરોપ હતો. ૧૫ જાન્યુઆરી, ૨૦૧૬ના દિવસે કેણી એના ઘરમાં ગળે ફાંસો ખાઈ લટકેલી અવસ્થામાં નજરે પડ્યો હતો. તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવતા તેને મૃત્યુ પામેલો ઘોષિત કરવામાં આવ્યો હતો. ફરિયાદ પક્ષે દલીલ કરી હતી કે મનીષા અને રાજેશે કેણીને માનસિક ત્રાસ આપ્યો હોવાથી તેણે આત્મહત્યા કરી હતી.
(પીટીઆઈ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને? કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર…