રાધિકા મર્ચન્ટે પ્રિ-વેડીંગમાં પહેરેલા રેઇનબો ડ્રેસ અને ચશ્માની કિંમત જાણી ચોંકી જશો…
મુંબઈ: જામનગરમાં અંબાણી પરિવારનો ભવ્ય કાર્યક્રમ ચાલી રહ્યો છે અને તેમાં ભારત જ નહીં દુનિયાભરના સેલિબ્રિટીઓ, ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ સામેલ થઇ રહ્યા છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રિ-વેડીંગ ઇવેન્ટમાં બધુ જ હાઇ ક્લાસ હોય તે સ્વાભાવિક છે.
જોકે, સૌનું ધ્યાન ખેંચ્યું છે રાધિકા મર્ચન્ટના રેઇનબો ડ્રેસ, તેની હિલ્સ અને તેના ચશ્માએ. તેમાં પણ તમને જાણીને નવાઇ લાગશે કે રાધિકાએ પહેરેલા ચશ્માની કિંમત તેના હિલ્સની કિંમત કરતા વધારે છે. આ ઉપરાંત રાધિકાના રેઇનબો ડ્રેસની કિંમત પણ તમને વિચારતા કરી મૂકશે.
રાધિકાએ પ્રિ-વેડીંગ બેશના બીજા દિવસે રેઇનબો કલરનો રેડ હોલી ફ્રિન્જ્ડ હોલ્ટર નેક વાળો જોર્જટ મિની ડ્રેસ પહેર્યો હતો, જેમાં તેનો સ્વેગ ઉડીને આંખે વળગતો હતો.
આ ડ્રેસને ડિઝાઇનર આશિષ ગુપ્તાએ તૈયાર કર્યો છે,જેની કિંમત 2,23,000 રૂપિયા છે. ગ્રીન સેટીન પોઇન્ટેડ ટો વાળી તેની ગ્રીન કલરની હિલ્સની કિંમત પણ કંઇક ઓછી નથી. રાધિકાએ પહેરેલી હિલ્સની કિંમત 1,52,000 રૂપિયા હોવાનું કહેવાય છે.
જોકે, તેની હિલ્સ કરતાં પણ તેણે પહેરેલા ચશ્માની કિંમત વધુ છે. કાર્ચર વિંટેજ રિમલેસ હાર્ટ શેપના પિંક અને ગોલ્ડન કોમ્બિનેશનવાળા ગોગલ્સની કિંમત 1,73,000 રૂપિયા છે. પોની ટેઇલ લુક અને ઇયરીંગ્સ સાથે રાધિકાએ પોતાનો સ્વેગવાળો લુક પૂરો કર્યો હતો.