નેશનલ

‘હું મારા દિલથી ક્યારેય માફ નહીં કરી શકું’: PM મોદી

ભોપાલથી સાંસદ પ્રજ્ઞા સિંહ ઠાકુરનું પત્તુ કપાયું

ભાજપે શનિવારે (02 માર્ચ) સાંજે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં 195 ઉમેદવારોના નામ સામેલ છે. એમાં ઘણા નામોનું પુનરાવર્તન કરવામાં આવ્યું છે. એમાં મધ્યપ્રદેશની 24 બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણને વિદિશાથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તો કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાને ગુના બેઠક પરથી ઉતારવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશની બધી સીટમાં સૌથી વધુ ચર્ચા ભોપાલ સીટની હતી. અહીંથી પ્રજ્ઞા ઠાકુરની ટિકિટ કેન્સલ કરીને આલોક શર્માને ટિકિટ આપવામાં આવી છે.

પ્રજ્ઞા ઠાકુર હાલમાં ભોપાલથી સાંસદ છે. 2019ની લોકસભાની ચૂંટણીમાં તેમણે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહને મોટા મતોથી હરાવ્યા હતા. તે દરમિયાન તેઓ 3,64,822 મતોથી જીત્યા હતા. જો કે, તેઓ તેમના વિવાદાસ્પદ નિવેદનોને કારણે દરરોજ વિવાદોમાં ઘેરાતા હતા. એવું માનવામાં આવે છે કે કેન્દ્રીય નેતૃત્વ આ નિવેદનોથી નાખુશ હતું. આ સતત ત્રીજી વખત છે જ્યારે ભાજપે ભોપાલ બેઠક પરથી નવો ઉમેદવાર ઉતાર્યો છે.

મળતી માહિતી મુજબ સંગઠનના નેતાઓની પસંદગીના કારણે આલોક શર્માને ભોપાલ લોકસભા સીટની ટિકિટ મળી છે. પાંચ વર્ષ બાદ આવી તક આવી છે જ્યારે ભાજપે અહીંથી સ્થાનિક નેતાને મેદાનમાં ઉતાર્યા છે.

એક સમય એવો આવ્યો જ્યારે ખુદ પીએમ મોદીએ પ્રજ્ઞા ઠાકુરના વિવાદિત નિવેદનની આકરી ટીકા કરી હતી. તેમણે સંસદ ભવનમાં નાથુરામ ગોડસેને દેશભક્ત ગણાવ્યો હતો. આ કારણે તેમને વિપક્ષની સાથે સાથે પાર્ટીની અંદર પણ ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. આ નિવેદન બાદ જ તેમને સંરક્ષણ સમિતિમાંથી હટાવવામાં આવ્યા હતા. પીએમ મોદીએ એ પણ સ્પષ્ટ કર્યું હતું કે ભલે તેઓ તેમના નિવેદન માટે માફી માંગી લે, પરંતુ તેઓ તેમને ક્યારેય માફ કરી શકશે નહીં.

હવે જ્યારે પ્રજ્ઞા ઠાકુરનું નામ લિસ્ટમાં નથી, ત્યારે ચર્ચા એ છે કે શું PM મોદીએ ખરેખર તેમને દિલથી માફ કરી દીધા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button