ધર્મતેજનેશનલરાશિફળસ્પેશિયલ ફિચર્સ

Shukra Gochar: ત્રણ રાશિના જાતકોના Bank Balanceમાં થઈ રહ્યો છે વૃદ્ધિ…

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ સમય-સમય પર અન્ય રાશિમાં પ્રવેશ કરે છે અને શુક્ર ગ્રહની વાત કરીએ તો શુક્રને ધન, વિલાસિતા, રોમાન્સ, પ્રેમ અને આકર્ષણનો કારક માનવામાં આવે છે.

શુક્ર જ્યારે પણ રાશિ પરિવર્તન કરે છે તમામ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ, સુખ-સુવિધા અને લવલાઈફ પર પણ અસર કરે છે. દર મહિને શુક્ર ગોચર કરે છે. અને ચાર દિવસ બાદ એટલે કે સાતમી માર્ચના ગોચર કરવા જઈ રહ્યા છે.

સાતમી માર્ચના શુક્ર ગોચર કરીને કુંભ રાશિમાં પ્રવેશી રહ્યો છે. જેની અસર તમામ રાશિ પર ઓછા વધતા અંશે તમામ રાશિ પર જોવા મળશે, પણ ત્રણ રાશિ એવી છે તે જેમના પર આ ગોચરની સારી એવી અસર જોવા મળશે. આવો જોઈએ કઈ છે આ ત્રણ રાશિઓ કે જેમના પર શુક્ર ગોચર કરીને ચાંદી જ ચાંદી કરાવી રહ્યા છે…

તુલાઃ

તુલા રાશિના સ્વામી શુક્ર છે અને શુક્રનું કુંભ રાશિમાં થઈ રહેલું ગોચર ખૂબ જ શુકનિયાળ સાબિત થઈ રહ્યું છે. આ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવી આ રહ્યું છે. લવલાઈફ અને મેરિડ લાઈફ સારી રહેશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. નવવિવાહિત જાતકોને સંતાનસુખ મળી શકે છે. લવલાઈફ જીવી રહેલાં લોકોના સંબંધને મંજૂરી મળી રહી છે. જીવનમાં સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિ થઈ રહી છે.

વૃશ્ચિકઃ

વૃશ્ચિક રાશિના લોકો માટે શુક્રનું ગોચર શુભ રહેશે. આ રાશિના જાતકોનું નવું ઘર, ગાડી ખરીદવાનું સપનું સાકાર થઈ રહ્યું છે. જીવનમાં વૈભવ વધી રહ્યો છે. નોકરી કરી રહેલાં લોકોને નવી નવી ઓફર મળી શકે છે. કરિયરમાં સકારાત્મક ફેરફાર તમારી આવકમાં વૃદ્ધિ કરી શકે છે. ફેમિલી સાથે ટ્રિપ પર જઈ શકો છો. માતા સાથેના સંબંધમાં પણ સુધારો જોવા મળી શકે છે. વૈવાહિક જીવનમાં પ્રેમ અને હૂંફ જળવાઈ રહેશે.

મકરઃ

મકર રાશિના લોકો માટે શુક્રનું રાશિ પરિવર્તન ફાયદાનો સોદો સાબિત થઈ રહ્યો છે. આ રાશિના જાતકો માટે અનેક મામલામાં લાભ કરાવી રહ્યો છે. આ રાશિના લોકોને આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે, જેને કારણે બેન્ક બેલેન્સમાં પણ વધારો થઈ રહ્યો છે. પૈસા કમાવવા માટે નવા નવા રસ્તા ખૂલી રહ્યા છે. વેપારીઓના પૈસે ફસાયેલા પાછા મળી શકે છે. તમારી યોગ્યતામાં વૃદ્ધિ મળી રહી છે. તમે આનંદમાં સમય પસાર કરશો.

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker