યુએસ ઓપન: રોહન બોપન્નાએ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
ન્યૂયોર્ક: ભારતનો ટેનિસ સ્ટાર રોહન બોપન્ના યુએસ ઓપન મેન્સ ડબલ્સની ફાઇનલમાં પહોંચ્યો હતો. આ સાથે તેણે ગ્રાન્ડ સ્લેમ ફાઇનલમાં પહોંચનારા સૌથી વધુ ઉંમરના પુરુષ ખેલાડી બની વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેણે તેના સાથી ઑસ્ટ્રેલિયા મેથ્યુ એબડન સાથે મળી અહીં યુએસ ઓપનની મેન્સ ડબલ્સની ફાઇનલમાં પહોંચ્યો હતો.
લુઇસ આર્મસ્ટ્રાંગ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં બોપન્ના અને એબડનએ એક કલાક ૩૪ મિનિટ સુધી ચાલેલી સેમિફાઇનલ મેચમાં ફ્રાન્સની જોડી પિયરે હ્યુજેસ હર્બર્ટ અને નિકોલસ માહુતને ૭-૬ (૩), ૬-૨ થી હાર આપી હતી. બોપન્ના ૪૩ વર્ષ અને ૬ મહિનાની ઉંમરમાં યુ.એસ. ઓપન મેન્સ ડબલ્સની ફાઇનલમાં પહોંચ્યો હતો.
બોપન્ના ગ્રાન્ડ સ્લેમ જીતનાર ચોથો ભારતીય ખેલાડી છે જ્યારે તેણે ૨૦૧૭માં ગેબ્રિએલા ડાબ્રોવસ્કી સાથે ફ્રેન્ચ ઓપન મિક્સ્ડ ડબલ્સ ટાઈટલ જીત્યું હતું. તેણે કેનેડાના ડેનિયલ નેસ્ટરના રેકોર્ડને તોડીને તેણે ૪૩ વર્ષ અને ૪ મહિનાની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી હતી
બોપન્ના અત્યારે ડબલ્સ રેર્િંન્કગમાં ૧૪મા ક્રમે છે. આ બીજી વખત છે જ્યારે બોપન્ના યુએસ ઓપનમાં મેન્સ ડબલ્સની ફાઇનલમાં પહોંચ્યો છે. તેણે ૨૦૧૦માં એસામ-ઉલ-હક કુરેશી સાથે મળી ફાઇનલમાં પહોંચ્યો હતો. ઉ