ટોપ ન્યૂઝનેશનલ

નાગરિક ઉડ્ડયન મંત્રાલયનું ક્રાંતિકારી પગલું, હેલિકોપ્ટર દ્વારા ઈમરજન્સી તબીબી સેવાઓ ભારતમાં શરૂ

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય (MoCA) એ ભારતમાં હેલિકોપ્ટર ઇમરજન્સી મેડિકલ સર્વિસીસ (HEMS) માટે પાઇલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ ઉત્તરાખંડથી આ પાયલટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પહેલ વહેલી તકે કટોકટીની તબીબી સંભાળ સુનિશ્ચિત કરશે. ભારતે આયુષ્માન ભારત યોજનાને અનુરૂપ આ ઐતિહાસિક પગલું લઇને હેલ્થકેરમાં પરિવર્તનના સંકેત આપ્યા છે. ઓડિશા અને મધ્યપ્રદેશે પણ હેલિકોપ્ટર દ્વારા ઈમરજન્સી તબીબી સેવાઓ શરી કરવામાં રસ દાખવ્યો છે.

તમને વિચાર આવશે કે હેલિકોપ્ટર ઇમરજન્સી મેડિકલ સર્વિસ શું છે? તો આ હેલિકોપ્ટર દ્વારા આપવામાં આવનારી એક મેડ઼િકલ સેવા છે, જેમાં હેલિકોપ્ટરને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS) ઋષિકેશ (ઉત્તરાખંડ)માં તૈનાત કરવામાં આવશે, જ્યાંથી તેને 150 કિલોમીટરની ત્રિજ્યામાં ગમે ત્યાં મોકલી શકાશે, જેથી અકસ્માતનો ભોગ બનેલી કોઈપણ વ્યક્તિને ઇમરજન્સી તબીબી સંભાળ પૂરી પાડી શકાય. આ હેલિકોપ્ટર ઉચ્ચ પ્રશિક્ષિત ડોકટરો અને પેરામેડિક્સ સ્ટાફ સહિત સ્ટ્રેચર અને આવશ્યક તબીબી સાધનો સહિત ઓપરેશનલ ઈમરજન્સી મેડિકલ સર્વિસીસ (EMS) કીટથી સંપૂર્ણપણે સજ્જ છે, જે ઇમરજન્સીની સ્થિતિમાં દર્દીઓ માટે સહાયક બનશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button