આમચી મુંબઈ

મસ્કત – ઢાકા ફ્લાઇટમાં એર હોસ્ટેસની જાતીય સતામણી

બંગલાદેશી નાગરિકની ધરપકડ

મુંબઈ: મસ્કત-ઢાકાની વાયા મુંબઈ ફ્લાઇટમાં એર હોસ્ટેસની કથિત જાતીય સતામણી કરવા બદલ ૩૦ વર્ષના બંગલાદેશી નાગરિકની ધરપકડ કરવામાં આવી હતી.
વિસ્તારાની ફ્લાઇટ શુક્રવારે વહેલી સવારે મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરાણ કરવાની તૈયારીમાં હતી ત્યારે આ ઘટના બની હતી. આરોપીની ઓળખ મોહંમદ દુલાલ તરીકે થઇ હોઇ તે બંગલાદેશી નાગરિક છે. દુલાલ વિસ્તારાની ફ્લાઇટમાં મસ્કતથી ઢાકા વાયા મુંબઈ જતો હતો. ફ્લાઇટ મુંબઈ એરપોર્ટ પર ઉતરાણ કરવાની હતી તેના અડધો કલાક પૂર્વે દુલાલ પોતાની સીટ પરથી ઊભો થયો હતો.
તે એર હોસ્ટેસને ભેટી પડ્યો હતો અને ચુંબન લેવાનો પ્રયાસ કર્યો હતો. દરમિયાન અન્ય કેબિન ક્રૂના સભ્યો અને પ્રવાસીઓ એર હોસ્ટેસને બચાવવા માટે આવ્યા ત્યારે આરોપીએ અશ્ર્લીલ હરકત કરવાનો પ્રયાસ કર્યો હતો.
ફ્લાઇટના કેપ્ટને તેને રેડ વોર્નિંગ કાર્ડ વાંચી સંભળાવ્યું હતું. તેમ છતાં આરોપી સાંભળવા તૈયાર નહોતો. આખરે મુંબઈ એરપોર્ટ પર ફ્લાઇટનું ઉતરાણ થયું ત્યારે આરોપીને પકડી ત્યાંના સલામતી અધિકારીઓને સોંપવામાં આવ્યો હતો.
આરોપી મોહંમદ દુલાલને ત્યાર બાદ સહાર પોલીસ સ્ટેશનમાં લઇ જવાયો હતો. એર હોસ્ટેસે આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે આરોપી વિરુદ્ધ ભારતીય દંડસંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. આરોપીની ધરપકડ કરાયા બાદ અદાલતમાં હાજર કરાતાં તેને પોલીસ કસ્ટડી ફટકારાઇ હતી. આ પ્રકરણે વધુ તપાસ ચાલી રહી છે. (પીટીઆઇ)ઉ

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button