નેશનલ

નર્મદા જિલ્લામાં ૬૦૦ કિલોથી વધુ ગાંજો ઝડપાયો: એકની ધરપકડ

ઓરિસ્સાથી અમદાવાદ લઇ જવાતો હતો

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: નર્મદા જિલ્લાના બીતાડા ચેક પોસ્ટ પાસેથી ટેમ્પામાં કાજુના છોતરાની થેલીઓની આડમાં લઈ જવાતો ૬૧૧.૪૫૦ કિલોગ્રામ ગાંજો ઝડપ પડાયો હતો. નર્મદા પોલીસ અને એલસીબીએ એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સૂત્રોના જણાવ્યા મુજબ નર્મદા પોલીસ અને નર્મદા એલસીબી ટીમને મોટી માત્રામાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો ભરી અમદાવાદ ખાતે લઇ જવામાં આવી રહ્યો છે. અને નર્મદા જિલ્લાની બીતાડા ચેક પોસ્ટ પાસેથી પસાર થવાની બાતમીના આધારે પોલીસ બીતાડા ચેક પોસ્ટ પર વોચ ગોઠવી ઉભી થઇ ગઈ હતી.

દરમિયાન બાતમી આધારિત ટેમ્પો આવતા પોલીસે ટ્રાફિક જામ કરી ટેમ્પાને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી. ચાલકની પૂછપરછ કરતા આઇસર ટેમ્પામાં કાજુના છોતરાની કોથળી ભરી હોવાનું જણાવ્યું હતું.

પોલીસે આઇસર ચાલકને સાથે રાખી ટેમ્પામાં તપાસ કરતા કાજુના છોતરાની કોથળીઓની આડમાં છુપાવીને લઇ જવામાં આવતો ૬૧૧.૪૫૦ કિલો ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતા ચાલકની ધરપકડ કરી રૂ. ૬૬,૧૪,૫૦૦ની કિંમતનો મુદામાલ જપ્ત કરી એન.ડી.પી.એસ.એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઝડપી પાડેલા ચાલકની પ્રાથમિક પૂછપરછ કરતા આ ગાંજાનો જથ્થો ઓરિસ્સાથી આઇસર ગાડીમાં ભરી ગુજરાતના અમદાવાદ ખાતે ડિલિવરી કરવાની હોવાની કબૂલાત કરી હતી. અન્ય બે આરોપીઓના નામો ખુલતા પોલીસે તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…