સ્વતંત્ર ભારતની ઘોર તબાહી: નિષ્પ્રાણ કાયદાગીરી
આજે આટલું જ -શોભિત દેસાઈ
L.L.Bની પરીક્ષામાં પ્રોફેસરે વિદ્યાર્થી ને પ્રશ્ર્ન પૂછ્યો
પ્રશ્ર્ન વિદ્યાર્થીને:
જો તારે કોઇને સંતરુ આપવું હોય તો તું શું કહીશ?
વિદ્યાર્થીનો જવાબ: લે, આ સંતરુ.
પ્રોફેસર કહે છે
ના, કાયદાકીય ભાષામાં કહે.
વિદ્યાર્થીનો વિચારીને જવાબ:
હું નીચે સહી કરનાર,
જાતે પોતે, પૂરા હોશ-હવાસમાં અને કોઇના દબાણમાં આવ્યા વિના આ ફળ
જેને ગુજરાતીમાં “સંતરુ કહેવાય છે
અને
જેના પર મારો
સંપૂર્ણ માલિકીનો હક છે,
તેને તેની છાલ, રસ, બીજ તથા કૂચા સહિત આખે આખું હું તમોને આપું છું
અને
તેની સાથે એ વાતનો પણ બિનશરતી તથા સંપૂર્ણ અધિકાર આપું છું કે,
તમે એને કાપવા, છોલવા, ચીરવા, ચૂસવા તથા ફ્રીજમાં રાખી મૂકવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છો.
જો તમે ઇચ્છો તો કોઇ અન્ય વ્યક્તિને આ ફળના છાલ, રસ, બીજ તથા કૂચા સહિત સંપૂર્ણપણે અથવા એનું વિભાજન તમારી સ્વેચ્છા મુજબ કરીને
આપી શકવા માટે પણ સ્વતંત્ર છો. આથી હું જાહેર કરું છું કે, આજ પહેલાં સંતરા બાબત થયેલી કોઇપણ તકરાર, વિવાદ કે રંગ બાબતની સંપૂર્ણ જવાબદારી મારી છે. તથા સંતરા સોંપ્યા બાદ તેના ઉપર મારો કે મારા વંશ વારસા નો કોઇ હક, દાવો, દાદ ફરિયાદ કે હિત સંબંધ રહેશે નહીં.. ! ..
પ્રોફેસર જવાબ સાંભળીને બેહોશ…
જેમ ભારતની પ્રજા તારીખ પર તારીખ પર તારીખ મેળવીને બેહોશ થઇ જઈ અવસાન પામે છે અને કાયદો ફરિયાદ પક્ષ – બચાવ પક્ષનાં નામ કાયદા પોથી/કોમ્પ્યુટરમાં બદલતો રહે છે. આવી છે ને! ઘણી ઝડપ આવવાની શરૂઆત દેખા દે છે.., નકામા, મેકોલે છાપ કાયદાઓને એક ચોક્કસ ભાગ પર લાત મારી કાઢી નખાયા છે. આશાના આ પહેલા કિરણનો પૂર્ણ સૂર્યોદય ત્રીજી વારમાં જોવા મળશે ?
આજે આટલું જ