ભાજપ ઉમેદવારોની પ્રથમ યાદીમાં 28 મહિલાઓ તો, 47 યુવા ચહેરાઓ, અહી જાણો જાહેર કરેલા રાજ્યોની બેઠકોની વિગત
નવી દિલ્હી: Loksabha Election 2024 ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024નું રણશિંગુ ફૂંકી દીધું છે. પાર્ટીએ શનિવારે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી (BJP Candidates List for Lok Sabha Polls 2024). પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ કહ્યું કે 16 રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની 195 બેઠકો માટે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે. બાકીની બેઠકો માટે મંથન ચાલી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી (PM Modi loksabha seat) ચૂંટણી લડશે. અમિત શાહ (Amit Shah) ગાંધીનગરથી ચૂંટણી લડશે. આ યાદીમાં 34 કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓના નામ પણ છે. આ સિવાય સ્વર્ગસ્થ સુષ્મા સ્વરાજની પુત્રીને પણ લોકસભાની ટિકિટ આપવામાં આવી છે.
વિનોદ તાવડેએ જણાવ્યું કે ઉત્તર પ્રદેશમાંથી 51, પશ્ચિમ બંગાળમાંથી 26, મધ્ય પ્રદેશમાંથી 24, ગુજરાતથી 15, રાજસ્થાનમાંથી 15, કેરળમાંથી 12, તેલંગાણામાંથી 9, આસામમાંથી 11, ઝારખંડમાંથી 11, છત્તીસગઢમાંથી 11, દિલ્હીમાંથી 11 , જમ્મુ અને કાશ્મીરમાં પાંચ, ઉત્તરાખંડમાં ત્રણ અને અરુણાચલ, ગોવા, ત્રિપુરા, આંદામાન-નિકોબાર અને દમણ અને દીવમાં એક-એક બેઠક માટે ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા છે.
ભાજપની પ્રથમ યાદીમાં શું છે ખાસ? જો તેની વાત કરવામાં તો આ યાદી 195 નામોની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રથમ યાદીમાં 34 કેન્દ્રીય અને રાજ્ય મંત્રીઓના નામ છે. આ યાદીમાં જાણવા મળે છે 28 મહિલાઓને તક આપવામાં આવી છે. ભાજપ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં 47 યુવા ઉમેદવારો સામેલ છે જેમની ઉંમર 50 વર્ષથી ઓછી છે. જ્ઞાતિ સમીકરણોની વાત કરીએ તો અનુસૂચિત જાતિમાંથી 27 નામો, અનુસૂચિત વર્ગથી 18 ઉમેદવારો અને અન્ય પછાત વર્ગમાંથી 57 નામો સામેલ છે.
જો ગુજરાતની વાત કરીએ તો ભાજપે પ્રથમ યાદીમાં મોટાભાગના સાંસદોને રિપીટ કરીને સૌને ચોંકાવી દીધા છે. જો કે ચૂંટણી પહેલા લોકમુખે એવી ચર્ચા હતી કે ભાજપ આ ચૂંટણીમાં નવા ચહેરાને તક આપી શકે છે. જોકે, આજે ભાજપ દ્વારા જાહેર કરાયેલા 15 ઉમેદવારો પૈકી 10 ઉમેદવારોને રિપીટ કરાયા છે. જ્યારે માત્ર પાંચ બેઠકો પર નવા ચહેરાઓને તક આપવામાં આવી છે.
આ પહેલા ગુરૂવારે પાર્ટીમાં મોડી રાત સુધી મંથન ચાલ્યું હતું. કેન્દ્રીય ચૂંટણી સમિતિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પક્ષ પ્રમુખ જેપી નડ્ડા, ગૃહ પ્રધાન અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત અન્ય સભ્યો દ્વારા ઘણા નામો ફાઇનલ કરવામાં આવ્યા હતા.