અજિત પવારે ભાષણ દરમિયાન કરી ભૂલ: પછી માફી માંગી વાળી લીધું
મુંબઈ: ચૂંટણીની મોસમ હવે શરૂ થઇ ગઇ છે અને નેતાઓ પણ ઠેરઠેર વિવિધ કાર્યક્રમો યોજી સભાઓ કરી રહ્યા છે અને ભાષણો કરી રહ્યા છે. તેવામાં બોલવામાં કંઇક ભૂલ થઇ જાય તે સ્વાભાવિક છે. આવી જ ભૂલ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારથી થઇ ગઇ હતી.
પુણેમાં છત્રપતિ સંભાજી મહારાજની સમાધિ ખાતે ભવ્ય સ્મારક ઊભા કરવા માટે ભૂમિપૂજનના કાર્યક્રમ માટે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ હાજર હતા. એ દરમિયાન અજિત પવાર છત્રપતિ સંભાજી મહારાજ વિશે બોલી રહ્યા હતા. તેમણે છત્રપતિ સંભાજી મહારાજ એકપણ લડાઇ નહોતા લડ્યા, તેની બદલે એકપણ ચૂંટણી નહોતા હાર્યા, એવું પોતાના ભાષણ દરમિયાન કહ્યું હતું.
પછી તેમની ભૂલ સુધારતા ફડણવીસે તેમને ચૂંટણી નહીં પણ લડાઇ નહોતા હાર્યા એમ કહેવાનું સૂચન કર્યું હતું. જ્યારબાદ અજિત પવારે માફી માંગીને પોતાની ભૂલ સુધારી હતી.