નેશનલ

Google એ Play Store માંથી હટાવી આટલી Indian Apps, શાર્ક ટેન્ક જજ અનુપમ મિત્તલે આપી આવી પ્રતિક્રિયા

નવી દિલ્હી: Google એ કેટલીક ભારતીય એપ્સ પર ક્રેક ડાઉન કર્યું છે. ગૂગલે તેના એન્ડ્રોઈડ પ્લે સ્ટોર પરથી 10 એપ્સ હટાવી દીધી છે. (Google has removed indian apps from Android Play Store) આ લિસ્ટમાં ઘણી મોટી એપ્સના નામ છે. શાદી ડોટ કોમ, નૌકરી ડોટ કોમ, 99acres જેવા નામ સામેલ છે. ગયા વર્ષે, કંપનીએ કેટલાક એપ ડેવલપર્સને ચેતવણી પણ આપી હતી.

કેટલીક એપ્લિકેશન્સ Google ની બિલિંગ પોલિસીઓનું ઉલ્લંઘન કરે છે. આ પછી તેને ચેતવણી આપવામાં આવી હતી. હવે, 10 Apps સામે કાર્યવાહી કરતા ગૂગલે આ એપ્સને ગૂગલ પ્લે સ્ટોર પરથી હટાવવાનો નિર્ણય લીધો છે. જોકે, ગૂગલે હજુ સુધી તમામ વિવાદિત એપ્સની યાદી જાહેર કરી નથી.

આ મામલે શાર્ક ટેન્ક જજ અનુપમ મિત્તલે સોશિયલ મિડયા X પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેઓ લખે છે કે, ”ભારતના ઇન્ટરનેટ માટે આજનો દિવસ કાળો દિવસ છે. Google એ તેના એપ સ્ટોરમાંથી મોટી એપ્સ હટાવી દીધી છે. ભલે @CCI_India અને @indSupremeCourt પર કાનૂની સુનાવણી ચાલી રહી હોય. તેમના ખોટા વર્ણનો અને હિંમત બતાવે છે કે તેમને ભારત માટે બહુ ઓછું માન છે. કોઈ ભૂલ કરશો નહીં – આ નવી ડિજિટલ ઈસ્ટ ઈન્ડિયા કંપની છે અને આ લગાન બંધ થવું જોઈએ.

મિત્તલે વધુમાં જણાવ્યું હતું કે સરકારે હવે હસ્તક્ષેપ કરવાની જરૂર છે અને CCI (કોમ્પિટિશન કમિશન ઑફ ઈન્ડિયા) એ સુનિશ્ચિત કરવું જોઈએ કે Google તેમના આદેશનું પાલન કરી રહ્યું છે અને દૂર કરાયેલી તમામ એપ્સને તાત્કાલિક રિસ્ટોર કરવા જોઈએ.

https://twitter.com/AnupamMittal/status/1763599239731454307?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1763599239731454307%7Ctwgr%5Ef99b346ec52804190cdd951a77b83c4da7051a08%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fhindi.news18.com%2Fnews%2Ftech%2Fapps-shark-tank-judge-anupam-mittal-lashes-out-at-google-delisting-apps-8113658.html

આ સિવાય કુકુ એફએમના સીઈઓ લાલચંદ બિશુએ એક્સ પ્લેટફોર્મ પર ગૂગલની ટીકા કરી અને તેના નિર્ણયને ખોટો ગણાવ્યો. Naukri.com અને 99 Acresના સ્થાપક સંજીવ બિખચંદાનીએ પણ Google પ્રત્યે પોતાની નારાજગી વ્યક્ત કરતી એક પોસ્ટ કરી હતી. પરંતુ હજુ સુધી આ એપ્સ પ્લે સ્ટોર પર ક્યારે પરત આવશે તેની કોઈ માહિતી સામે આવી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button