અજાણી મહિલાને ‘ડાર્લીંગ’ કહેશો તો… હાઈ કોર્ટે કહી દીધી મોટી વાત, જાણો શું છે ઘટના
કોલકત્તા: કોઈ અજાણી મહિલાને ‘ડાર્લીંગ’ બોલશો તો જેલ જવું પડશે. તાજેતરમાં કલકત્તા હાઈ કોર્ટ દ્વારા આ બાબતે એક મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો. અદાલતે આરોપીને મહિલા પોલીસ અધિકારીને ‘ડાર્લીંગ’ કહેતા તેની સામે જાતીય સતામણીનો ગુનો દાખલ કરી સજા ફટકારવામાં આવી હતી. તાજેતરમાં એક વ્યક્તિએ નશાની હાલતમાં મહિલા પોલીસ અધિકારીને “ક્યાં ડાર્લીંગ, ફાઇન માટે આવી છો શું? એવું કહ્યું હતું જેને લઈને અદાલતે ચુકાદો આપ્યો છે.
એક અધિકારીએ માહિતી આપી હતી કે પોલીસની એક ટીમ જ્યારે પેટ્રોલીંગ પર હતી તે દરમિયાન એક વ્યક્તિએ નશાની હાલતમાં મહિલા કોન્સટેબલ પાસે જઈને તેને ‘ડાર્લીંગ’ કહી તેની સાથે અભદ્ર રીતે વાત કરી હતી. આ આરોપીને પોલીસે પકડી લીધો હતો અને તેની સામે આઇપીસી કલમ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
પોલીસની કાર્યવાહી બાદ જ્યારે આ આરોપીને અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યો ત્યારે અદાલતે તેને દોષી જાહેર કરી ત્રણ મહિનાની જેલની સજા અને 500 રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. જોકે અદાલતે આ આરોપીએ નશામાં અપરાધ કર્યો હોવાથી તેની સજાને એક મહિના કરી હતી.
એક અહેવાલ મુજબ થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા લગ્નના આધાર પર કોઈને નોકરીમાંની ન કાઢી શકાય એવો ચુકાદો આપ્યો હતો. એક મહિલાના લગ્ન થયા હોવાથી તેને એક ખાનગી કંપની દ્વારા નોકરીમાથી કાઢી નાખવાની ઘટના બની હતી. આ ઘટનાને લઈને મહિલાના લગ્ન થયાનું કારણ આપી તેને નોકરીમાંથી કાઢવાની બાબત જાતીય ભેદભાવ અને અસમાનતા છે એવું કહ્યું હતું.