આપણું ગુજરાત

Video: અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર માવઠું, સમગ્ર રાજ્યમાં કમોસમી વરસાદના વાવડ

અમદાવાદ: છેલ્લા બે-ત્રણ દિવસમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. રાજ્યમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદ થયો છે. (Ahmedabad Unseasonal Rain) ત્યારે અમદાવાદમાં કમોસમી વરસાદ પડ્યો હતો. અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો જે બાદ ધીરે ધીરે વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડતાં જ થોડીવાર માટે વાહનો રસ્તા પર ખડકાય ગયા હતા. જો કે લોકોને ગરમી અને બફારામાંથી રાહત મેળવી હતી. આ સિવાય રાજયમાં આજે ઠેર ઠેર કમોસમી વરસાદના વાવડ છે. સૌરાષ્ટ્ર પંથકમાં પણ રાજકોટ-પોરબંદર સહિત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદે ખેડૂતોના પાક બગાડયા હતા.

સાબરકાંઠામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડી રહ્યો છે. વડાલી અને ઇડર તાલુકા પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. માથાસુર, ચમુ, ફલાસણ સહિતના ગામોમાં મોસમનો વરસાદ થયો હતો. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અનેક જિલ્લામાં કમોસમી વરસાદ થયો છે.

View this post on Instagram

A post shared by Mumbai Samachar (@mumbaisamachar)

લીંબડી શહેરી વિસ્તાર અને આસપાસના ગામડાઓમાં કમોસમી વરસાદ થયો છે. જીરૂ, એરંડા અને અન્ય પાકને નુકસાન થવાની સંભાવના છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. રાજકોટમાં કમોસમી વરસાદે તો એક લગ્નમાં વિધ્ન પાડ્યું હતું. ભારે પવન સાથે ખબકેલા વરસાદે લગ્ન મંડપને ધરાશાયી કર્યો હતો. જો કે કોઈ મોટી નુકસાનીના સમાચાર સામે આવ્યા નથી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button