Uncategorized

ભુજ તાલુકામાં ૧૩ હજાર ચો. ફીટ જમીનના લેન્ડ ગ્રેબિંગની કાકા સહિત છ શખસો સામે ફરિયાદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: તાલુકાના સુમરાસર (શેખ) ગામ ખાતે આવેલી ૧૩ હજાર ચોરસ ફૂટ જેટલી વારસાઈ જમીન પર ચાર દાયકાથી પાક્કા રહેણાંક મકાનો બનાવીને દબાણ કરી દેનારાં સગા કાકા-ભત્રીજાઓ સહિત કુલ છ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઇ છે.
હાલ ભુજમાં રહેતાં મૂળ સુમરાસરના ૫૬ વર્ષીય હુસેન સુમાર ખત્રીએ પોલીસ સમક્ષ કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના મર્હુમ પિતા સુમાર નુરમામદ ખત્રીએ ૨૫-૦૨-૧૯૭૭ના રોજ સુમાર સાલે શેખ નામના વ્યક્તિ પાસેથી ૧૩ હજાર ચોરસ ફૂટ જમીન ખરીદી હતી. જે અંગે ગ્રામ પંચાયતના આકારણી રજિસ્ટરે વૉર્ડ નંબર ૪માં ૪ ના ૩૩થી નોંધ પાડવામાં આવેલી છે. વર્ષ ૨૦૧૧માં તેમના પિતા જન્નતશીન થયાં બાદ ફરિયાદી હુસેન અને તેમની માતા તથા પાંચ બહેનોએ જમીનની વારસાઈ કરાવી હતી. પરંતુ છેલ્લાં ૪૦ વર્ષથી તેના સગા કાકા જુમા નુરમામદ ખત્રી, હાસમ નુરમામદ ખત્રી, ભત્રીજા ઓસમાણ હાસમ ખત્રી, મુસ્તાક હાસમ ખત્રી, સલીમ હાસમ ખત્રી અને ફોઈના પુત્ર અમીન ઈશાક ખત્રીએ તેમની માલિકીની જમીન પર ગેરકાયદેસર કબજો જમાવીને પાકાં રહેણાંક મકાનો બનાવી દીધાં છે.
આરોપીઓને મકાનો ખાલી કરી જમીનનો કબજો સુપ્રત કરવા અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં તેઓ જમીનનો કબ્જો છોડતાં ના હોઈ હુસેન ખત્રીએ લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે જિલ્લા સમાહર્તાને કરેલી અરજીની સુનાવણી બાદ કલેક્ટરે ફરિયાદ નોંધાવવા હુકમ કરતાં હુસેને માધાપર પોલીસ મથકે કાકા-ભત્રીજાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને અટકમાં લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button