નેશનલ

ઝારખંડમાં દેશને બદનામ કરતી ઘટનાઃ 10 લોકોએ વિદેશી મહિલા પર સામૂહિક બળાત્કાર કર્યો

ઝારખંડમાંથી શરમજનક સમાચાર સામે આવ્યા છે. વિદેશથી ભારત ફરવા આવેલી એક મહિલા પર અહીંના દુમકા જિલ્લામાં ગેંગરેપ કરવામાં આવ્યો હતો. 8 થી 10 યુવકોએ મળીને વિદેશી મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટના બન્યા બાદ પોલીસ અને રાજ્ય સરકાર એક્શનમાં આવી હતી અને આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. પીડિતા પાકિસ્તાન અને બાંગ્લાદેશ થઈને ભારત પહોંચી હતી.

આ ઘટના દુમકાના કુરમહાટની છે, જ્યાં શુક્રવારે મોડી રાત્રે 30 વર્ષની સ્પેનિશ મહિલા સાથે ગેંગરેપ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે પીડિત સ્પેનિશ મહિલા તેના પતિ સાથે ટુરિસ્ટ વિઝા પર ભારત આવી હતી. પીડિતા પોતે તેના પતિ સાથે બાઇક પર બેસીને સારવાર માટે હોસ્પિટલ પહોંચી હતી. જ્યાં તબીબોએ તેને દાખલ કરી સારવાર શરૂ કરી હતી.

દુમકા પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલા રાત્રે દુમકામાં ફરવા માટે નીકળી હતી, મોડું થવાના કારણે તેણે તેના પતિ સાથે સૂવા માટે ખેતરમાં તંબુ નાખ્યો હતો, ત્યારે આઠથી દસ લોકો આવીને તેની સાથે દુષ્કર્મ કરવા લાગ્યા હતા. જ્યારે તેના પતિએ વિરોધ કર્યો તો આરોપીઓએ બંનેને માર માર્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ પછી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ સમગ્ર કેસમાં તમામ આરોપીઓ દુમકાના કુણજી ગામના હોવાનું કહેવાય છે. પોલીસે અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ કરી છે.

આ કેસની તપાસ કરી રહેલા દુમકા પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના શુક્રવારે રાત્રે 10 વાગ્યે બની હતી. ઘટનાસ્થળેથી મહિલાના કપડા મળી આવ્યા છે. તે જ સમયે, સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં મહિલા પર સામૂહિક બળાત્કારની પુષ્ટિ થઈ છે. પીડિતા ભાગપુર જઈ રહી હતી, પરંતુ મોડી રાત થઈ ગઈ હોવાથી તે ખેતરમાં તંબુ નાખીને સૂઈ ગઈ હતી. સ્પેનથી આવેલા આ પતિ-પત્ની ભારત પહેલા પાકિસ્તાન ગયા હતા, ત્યાંથી બાંગ્લાદેશ થઈને ઝારખંડના દુમકા પહોંચ્યા હતા. તેઓ બિહારમાં પ્રવેશવાના હતા, પરંતુ તે પહેલા તેની સાથે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો.

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker