Uncategorized

ઇતના મત દૂર રહો, ગન્ધ કહીં ખો જાએ, આને દો આંચ, રોશની ન મન્દ હો જાએ!

ઝાકળની પ્યાલી – ડૉ. એસ. એસ. રાહી

ચાંદની કી રાત હૈ તો કયા કરું?
ઝિન્દગી મેં ચાંદની કૈસે ભરું?
શહર, કસ્બે, ગાંવ, ઠિઠકી ચાંદની
એક જૈસી પર ન છિટકી ચાંદની
કાગજોં મેં બન્દ ભટકી ચાંદની
રાહ ચલતે કહાં અટકી ચાંદની
હવિસ, હિંસા, હોડ હૈ ઉન્માદિની
શહર મેં દિખતી નહીં હૈ ચાંદની
ચાંદની કી રાત હૈ તો કયા કરું ?
કુટિલતા મેં ચાંદની કૈસે ભરું?

  • ગિરિજાકુમાર માથુર
    શ્રી ગિરિજાકુમાર માથુર હિન્દી ભાષાના કવિ, નાટયકાર અને વિવેચક હતા. તેમનો જન્મ મધ્ય પ્રદેશના ગ્વાલિયર જિલ્લાના અશોકનગરમાં 22 ઑગસ્ટ 1919ના રોજ થયો હતો. તેમના પિતા દેવીચરણજી અધ્યાપક તેમ જ સાહિત્ય અને સંગીતમાં ઊંડો રસ ધરાવતા હતા. તે સિતાર વગાડવામાં કુશળ હતા. ગિરિજાકુમારના માતા લક્ષ્મીદેવી માલવાનાં હતાં. તેમ જ શિક્ષિત હતા. પિતાજીએ ઘરમાં જ પુત્રને અંગ્રેજી, ઇતિહાસ અને ભૂગોળ જેવા વિષયો ભણાવ્યા હતા. સ્થાનિક વિદ્યાપીઠમાં ઇન્ટર-મીડિયેટ થયા પછી ગિરિજાકુમાર ગ્વાલિયર ગયા હતા. જ્યાં તેમણે વિકટોરિયા કૉલેજમાં શિક્ષણ મેળવ્યું હતું. ઇ. સ. 1938માં તેમણે બી.એ. કર્યું તો 1941માં લખનૌ વિશ્વ વિદ્યાલયમાંથી અંગ્રેજી સાથે એમ.એ.ની ડિગ્રી મેળવી હતી. તેમણે વકીલાતની પરીક્ષા યે પાસ કરી હતી. તેમના લગ્ન દિલ્હીના શકુંતલાબહેન સાથે થયા જે કવયિત્રી હતાં, હિન્દી ભાષાના દિગ્ગજ કવિ અજ્ઞેયજી દ્વારા સંપાદિત `દૂસરા સપ્તક’ના તે પ્રથમ કવયિત્રી હતાં. ઇ. સ. 1934માં ગિરિજાકુમારે વ્રજ ભાષાના પરંપરાગત કવિત-સવૈયાના લેખનથી કાવ્યસર્જનની શરૂઆત કરી હતી. આ યુવાન સર્જક વિદ્રોહી કવિ માખનલાલ ચતુર્વેદી અને બાલકૃષ્ણ શર્મા નવીનનાં કાવ્યોથી પ્રભાવિત થયા હતા. તેમની “મૈં કૈસે આનન્દ મનાઉં?” કવિતાની પ્રેરણા આ કવિને માખનલાલ અને બાલકૃષ્ણનાં કાવ્યોમાંથી જ મળી હશે. તે કવિતાનો આસ્વાદ કરીએ:
  • *
    મૈં કૈસે આનન્દ મનાઉં?
    તુમને કહા હંસૂં રોને મે
    રોતે-રોતે ગીત સુનાઉં….
    ઝુલસ ગયા સુખ મન હી મન મેં
    લપટ ઊઠી જીવન-જીવન મેં
    નયા પ્યાર બલિદાન હો ગયા
    પર પ્યાસી આત્મા મંડરાતી
    પ્રીતિ સન્ધ્યા કે સમય ગગન મેં
    અપને હી મરને પર બોલો
    કૈસે ઘી કે દીપ જલાઉં?
  • *
    ગરમ ભસ્મ માથે પર લિપટી
    કૈસે ઉસકો ચન્દન કર લૂં
    પ્યાલા જો ભર ગયા ઝહર સે
    સુધા કહાં સે ઉસમેં ભર લૂં
    કૈસે ઉસકો મહલ બના દૂં
    ધુલ બન ચુકા હૈ જો ખંડહર
    ચિતા બને જીવન કો આજ
    સુહાગ-ચાંદની કૈસે કર દૂં ?
    કૈસે હંસ કર આશાઓં કે
    મરઘટ પર બિખરાઉં રોલી
    હોલી કે છન્દો મેં કૈસે
    દીપાવલિ કે બન્દ બનાઉં?

  • આ કવિએ ઇ. સ. 1941માં તેમના પ્રથમ કાવ્યસંગ્રહ મંજીર'ની ભૂમિકા પ્રખર કવિ નિરાલાજી પાસે લખાવી હતી. તેમની રચનાઓ બીજા વિશ્વયુદ્ધ અને ભારતની સ્વતંત્રતા આંદોલનની ઘટનાઓ વચ્ચે સર્જાઇ હતી. ઇ.સ. 1943માં કવિ અજ્ઞેયજી દ્વારા નોંધપાત્ર સંપાદનતાર સપ્તક’ પ્રગટ થયું. તેના પ્રથમ સાત કવિઓમાં ગિરિજાકુમારનો સમાવેશ કરાયો હતો. ગિરિજાકુમાર 1943ના વર્ષમાં ઓલ ઇન્ડિયા રેડિયોમાં જોડાયા હતા. તેમણે અંગ્રેજી અને ઉર્દૂ ભાષાના વર્ચસ્વ વચ્ચે હિન્દી ભાષાને નવી ઓળખ આપવાનું મહત્ત્વનું, કાબિલે દાદ કાર્ય કર્યું. તે જમાનામાં લોકપ્રિય રેડિયો ચેનલની વિવિધ ભારતીની કલ્પનાને તેમણે મૂર્ત સ્વરૂપ આપ્યું હતું. માથુરજી દૂરદર્શનના ઉપમહાનિર્દેશકના હોદ્દા પરથી સેવા-નિવૃત્ત થયાં હતાં. 10 જાન્યુઆરી 1994ના દિવસે 75 વર્ષની ઉંમરે નવી દિલ્હીમાં તેમનું નિધન થયું હતું. તેમના પ્રકાશિત કાવ્યસંગ્રહોમાં નાશ ઔર નિર્માણ',ધૂપ કે ધાન’,ભીતરી નદી કી યાત્રા',શિલાપંખ ચમકીલે’, જો બન્ધ ન સકા',કલ્પાન્તર’, મુઝે ઔર અભી કહના હૈ',સાક્ષી રહે વર્તમાન’ અને પૃથ્વીકલ્પ'નો સમાવેશ થાય છે. નયા બનને કા દર્દ’ નામની તેમની જાણીતી કવિતાનું આચમન કરીએ.
    પુરાના મકાન
    ફિર પુરાના હી હોતા હૈ
    કિતની હી મરમ્મત કરો
    કુછ ભી ન બદલતા હૈ.
    યોં તો પુરાના કભી વ્યર્થ
    નહીં હોતા હૈ
    જો કુછ પુરાના હૈ
    મોહક તો લગતા હૈ
    ટૂટને કા દર્દ મગર
    સહના હી પડતા હૈ
    બહુત કુછ ટૂટતા હૈ
    તબ નયા બનતા હૈ
  • *
    સામાજિક પરિવેશની સાથે માનસિક કશ્મકશ અને તનાવનું આલેખન પણ તેમણે કર્યું છે. ઉપર ટાંકેલું કાવ્ય તેનું પાસાદાર ઉદાહરણ છે.
    ઇ. સ. 1991માં છપાયેલ તેમના કાવ્ય-સંગ્રહ “મૈં વકત કે હૂં સામને” માટે માથુરજીને દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્ક્ાર મળ્યો હતો. એ જ પુસ્તકને 1993ના વર્ષમાં કે. કે. બિરલા ફાઉન્ડેશન પ્રેરિત પ્રતિષ્ઠિત વ્યાસ સન્માન પણ મળ્યું હતું. ભારતીય સાંસ્કૃતિક સંબંધ પરિષદના સામયિક “ગગનાંચલ”નું તેમણે સંપાદન કર્યું હતું. તેમનું ભાવાન્તર ગીત હમ હોંગે કામયાબ' સમૂહ ગીતના રૂપમાં અત્યંત લોકપ્રિય થયું છે. ગિરિજાકુમારની કવિતામાં પ્રકૃતિની રંગીની, સૌંદર્ય પિપાસા, પ્રેમ વિષયક યાદો, એકલતાનો અનુભવ અને તેની સાથે જોડાયેલી સંવેદના અનુભવવા મળે છે. તેમાં માદકતાની પ્રચુરતા યે માણવા મળે છે. જુઓ આ કવિતા : આજ અચાનક સૂની-સી સંધ્યા મેં જબ મૈં યોં હી મૈલે કપડે દેખ રહા થા ઉસી કામ મેં જી બહલાને એક સિલ્ક કે કુર્તે કી સિલવટ મેં લિપટા ગિરા, રેશમી ચૂડી કા છોટા-સા ટુકડા ઉન ગૌરી કલાઇયોં મેં જો તુમ પહને થી રંગ ભરી ઉસ મિલન રાત મેં મૈં વૈસા કા વૈસા હી રહ ગયા સોચતા પિછલી બાતેં દૂજ કોર સે ઉસ ટુકડે પર તિરને લગીં તુમ્હારી સબ તસ્વીરેં સેઝ સુનહલી કસે હુએ બન્ધન મેં ચૂડી કા ઝર જાના નિકલ ગઇ સપને જૈસી વો રાતેં યાદ દિલાને રહા સુહાગ ભરા યહ ટુકડા. 0 ગિરિજાકુમારનાં કાવ્યોમાં પ્રગતિવાદ અને પ્રયોગવાદનો આધુનિક ભાવબોધ, ઐતિહાસિક મૂલ્યો તથા યથાર્થવાદનું મિશ્રણ પ્રતિબિંબિત થયું છે. આ તત્ત્વો તેમને ઉચ્ચ કોટિના કવિ ઠેરવી આપે છે. વૈશાખના ધખધખતા તડકામાં પણ ગુલમોર લીલુંછમ થઇને અડીખમ ઊભું હોય છે અને તેના ફૂલો યૌવનથી ફાટફાટ થતાં હોય છે. કવિ પણ વેદનાની આગમાં દાઝતો-બળી જતો હોય છે. છતાં તેની કલમમાંથી દિલને શાતા આપતી કવિતાનું અવતરણ થતું હોય છે. અંતમાંવક્ત ઝરા થમ જા’ નામના તેમના લઘુકાવ્યનું રસદર્શન કરીએ.
  • *
    વક્ત ઝરા થમ જા
    મુઝે ઔર અભી કહના હૈ
    ખિલતે ચલે જા રહે હૈ
    અભી ઢેર તાઝે ફૂલ
    અંજલિ મેં ભર-ભર
    ઉન્હે ધારા કો દેના હૈ.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button