રાજકોટમાં સાવ નવો સંઘનો ચહેરો આવશે?
![Sangh Rajkot Harshit Kavar BJP](/wp-content/uploads/2024/03/Harshit-Kavar.jpg)
સંઘ પરિવાર સાથે જોડાયેલું આ એક નામ બહુ અંગત વર્તુળોમાં જાણવા મળે છે કે અમિત શાહે અંગત રીતે તેને દિલ્હી બોલાવ્યા છે અને લોકસભાની ટિકિટ તેમને મળે તેવી પૂરેપૂરી શક્યતા છે. હર્ષિત કાવર ના પિતાશ્રી મોરબી ખાતે ઉદ્યોગપતિ છે અને સંઘ પરિવાર સાથે જોડાયેલા ભાડેશિયા જે ઓ ચાર પાંચ રાજ્યોમાં સંઘની પ્રવૃત્તિ જુએ છે.અને ઊંચા હોદા ઉપર છે.તેમના અંગત મિત્ર છે.
રત્નાકરજી જ્યારે રાજકોટ આવેલા ત્યારે તેમને પણ હર્ષિત કાવર મળેલા ત્યારથી આ બધી ગતિવિધિ ચાલુ હશે તેવું માનવું છે. સીદસર મંદિરમાં તેઓ હોદો ધરાવે છે અને યુવા પાટીદાર નેતા તરીકે બહાર આવે તેવી પૂરી શક્યતા છે.
તાજેતરમાં જ નાગરિક બેંક માં કોપ્ટ ડિરેક્ટર તરીકે તેમની નિમણૂક થયેલ છે.
![](/wp-content/uploads/2024/03/WhatsApp-Image-2024-03-02-at-10.06.45-AM-1-1024x681.jpeg)
ભારતીય જનતા પક્ષ મોવડી મંડળ એટલે કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ કાયમ આશ્ચર્યનો આંચકો આપતા રહે છે. એટલે હર્ષિત કાવર નું નામ ફાઇનલ થાય તો નવાઈ નહીં પામતા.