Paytm Payment Bank માટે મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે. ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ ઓફ ઇન્ડિયા(FIU-IND)એ મની લોન્ડરિંગ વિરોધી કાયદાના ઉલ્લંઘન બદલ Paytm Payment Bankને 5.49 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. નાણા મંત્રાલયે શુક્રવારે આ જાણકારી આપી હતી.
નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી એક પ્રેસ રીલીઝમાં કહેવામાં આવ્યું છે કે ફાઇનાન્સિયલ ઇન્ટેલિજન્સ યુનિટ – ઇન્ડિયાને પેટીએમ પેમેન્ટ્સ બેંકના કેટલાક એકમો અને નેટવર્કના ઑનલાઇન જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાની જાણકારી મળી હતી. આ ગેરકાયદેસર પ્રવૃતિઓમાંથી મળેલી રકમ બેંક ખાતા દ્વારા Paytm પેમેન્ટ બેંકના આ એકમોમાં મોકલવામાં આવ્યા હતા. જેના કારણે આ દંડ ફટકારવામાં આવ્યો છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા(RBI)ની સૂચના પછી પેટીએમ પેમેન્ટ્સ બેંક લિ. (PPBL) માટે સમસ્યાઓ શરૂ થઈ હતી. RBIએ બેંકને 29 ફેબ્રુઆરીથી ગ્રાહકોના ખાતામાં નવી ડીપોઝીટ સ્વીકારવા અથવા ‘ટોપ અપ’ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો. બાદમાં આ તારીખ લંબાવીને 15 માર્ચ કરવામાં આવી હતી. આ અઠવાડિયે, PPBLના પાર્ટ-ટાઇમ નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન વિજય શેખર શર્માએ હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સની પુનઃરચના કરવામાં આવી હતી.
Taboola Feed