આમચી મુંબઈ

જરાંગેના ગામમાં કરફ્યુ રાજકીય પક્ષોને ચૂંટણી પ્રચાર કરતા રોકવાની હાકલ

છત્રપતિ સંભાજી નગર: આ તો હળાહળ અન્યાય છે એવી ટિપ્પણી કરી મરાઠા આરક્ષણના આંદોલનકારી મનોજ જરાંગેએ મહારાષ્ટ્રના લાતુર જિલ્લામાં આવેલા પોતાના ગામ અંતરવલી સરાતીમાં ચાલી રહેલા કરફ્યુ સામે શુક્રવારે વિરોધ નોંધાવ્યો હતો. અનામતની માગણી સંદર્ભે જરાંગે ભૂખ હડતાળ પર ઉતર્યા હતા અને ગયા મહિને પારણાં કર્યા પછી તેઓ હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. હૉસ્પિટલમાં સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે ગામમાં કે આસપાસના વિસ્તારમાં કોઈ હિંસાની ઘટનાઓ નથી બની. હોસ્પિટલમાંથી ગઈકાલે તેમને રજા આપવામાં આવી હતી. સંવાદદાતાઓને તેમણે વધુમાં જણાવ્યું હતું કે ‘લોકસભાની ચૂંટણીની આચારસંહિતા અમલમાં આવ્યા પછી પણ જો કરફ્યુ ગામ (અંતરવલી સારતી)માં ચાલુ રહે તો એ રાજકીય પક્ષોના
ચૂંટણી પ્રચારને પણ લાગુ થવો જોઈએ. તેમને પણ મીટીંગ
કરવાની પરવાનગી ન મળવી જોઈએ.’ (પીટીઆઈ)

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત