નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા (Lok Sabha Election 2024) સૌથી મોટા સમાચાર જાણવા મળ્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા આગામી લોકસભાની ચૂંટણી માટે હવે જાણીતા અભિનેતા-અભિનેત્રી કમ ક્રિકેટરને મેદાનમાં ઉતારી શકે છે.
લોકસભાની ચૂંટણીમાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહને ગુરુદાસપુરને ઉમેદવાર બનાવી શકે છે. ખતરો કે ખેલાડી ફેમ બોલીવુડના જાણીતા અભિનેતા અક્ષય કુમારને ચંદીગઢ અથવા દિલ્હીની બેઠક ફાળવી શકે છે. આ ઉપરાંત, પૂર્વ સાંસદ અને અભિનેત્રી જયા પ્રદાને દક્ષિણ ભારતની સીટ પરથી ચૂંટણીમાં ઉમેદવાર જાહેર કરી શકે છે.
ભાજપની 29મી ફેબ્રુઆરીના કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક પરથી એવું તારણ કાઢવામાં આવી રહ્યું છે કે આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારની પહેલી યાદી જારી કરી શકાય છે.
આગામી ચૂંટણીમાં મજબૂત ઉમેદવારમાં સેલિબ્રિટીઝને ટિકિટ આપવાની ભાજપ કોશિશ કરી શકે છે. આ ત્રણ સીટ પર તો ભાજપ પહેલેથી મજબૂત છે, તેથી અક્ષય કુમાર, જયા પ્રદા અને યુવરાજને ટિકિટ આપી શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.
ભારતીય જનતા પાર્ટી બિહાર, પંજાબ અને આંધ્ર પ્રદેશમાં આગામી બે દિવસમાં ગઠબંધન કરી શકે છે અને ચર્ચા-વિચારણા પછી ઉમેદવારોના નામ જાહેર કરી શકે છે. પંજાબમાં અકાલી દળ, આંધ્ર પ્રદેશમાં ટીડીપી અને બિહારમાં જનતા દળ-યુનાઈટેડ, એલપીજે, જીતન રામ માંઝી સાથે યુતિ કરવાની યોજનામાં છે. ત્રીજી માર્ચ સુધીમાં એનું ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે, એમ વર્તુળોએ જણાવ્યું હતું.
Taboola Feed