Sara Ali Khanના આ ફોટો જોઈને તમે પણ બોલી ઉઠશો ઉફ તેરી અદા…
Saif Ali Khanની દીકરી Sara Ali Khanની ગણતરી ઈન્ડસ્ટ્રીની ટોચની અભિનેત્રીઓમાં કરવામાં આવે છે. Sara Ali Khanની એક્ટિંગની સાથે સાથે તેની ફેશનસેન્સ પણ એકદમ કમાલની છે. હવે એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર ગ્રીન ડ્રેસમાં પોતાના એવા ફોટો શેર કર્યા છે કે તમે પણ આ ફોટો જોઈને એવું બોલી ઉઠશો કે ઉફ તેરી અદા… આઉટફિટ્સ, સ્ટાઈલ અને મેકઅપ બધું એકદમ પરફેક્ટ લાગી રહ્યું છે.
સારા અલી ખાનને ફેન્સ અને દર્શકો ખૂબ જ પસંદ કરે છે અને થોડાક સમય પહેલાં સારા અલી ખાને યુનિક ગ્રીન કલરના આઉટફિટમાં ફોટો શેર કર્યા છે, જેમાં સારાનો અંદાજ એકદમ શાનદાર લાગી રહ્યો છે. સારાના આ ફોટો ખૂબ જ ખાસ છે. તેણે ગ્રીન કલરનો સ્લીટ અને ઓફ શોલ્ડર ગાઉન પહેર્યો છે. આ ગાઉન પર સારા એકદમ જોરદાર હિલ્સ પહેરી છે.
મેકઅપ વિના પણ સારા ખૂબ જ સુંદર લાગે છે. એમ પણ ઘણી વખત સારા અલી ખાન ખૂબ જ હળવા મેકઅપમાં જોવા મળે છે આ યુનિક ડ્રેસ સાથે પણ સારાએ લાઈટ મેકઅપ કર્યો છે, જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર સારા અલી ખાનના આ ફોટો આગની જેમ વાઈરલ થખઈ રહ્યા છે અને ફેન્સ એની સુંદરતા અને ફેશનસેન્સના વખાણ કરતાં થાકી નથી રહ્યા. પોસ્ટ પર લાઈક્સ અને કમેન્ટ્સનો વરસાદ થઈ રહ્યો છે. કમેન્ટ સેક્શનમાં ફેન્સ સારાના વખાણ કરતાં નથી થાકી રહ્યા.
અત્રે ઉલ્લેખનીય છે કે સારા અલી ખાન એક્ટિંગની સાથે સાથે તેની ફેશન સેન્સ પણ ખૂબ જ કમાલની છે. એથનિક હોય કે વેસ્ટર્ન આઉટફિટ્સ દરેક લૂકમાં તે ફેન્સ પર બિજલિયા બરસાવતી જોવા મળી રહી છે.